📽️ બોલીવુડ સમાચાર
#MeToo: KRKએ તમામ મહિલા કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢી, કહ્યું, ''હું પત્નીનો ગુલામ, તેના આદેશનું પાલન કર્યું''         પોતાને ફિલ્મ ક્રિટિક કહેનાર કમાલ રાશિદ ખાન એટલે કે કેઆરકેએ #MeTooના ડરથી પોતાની તમામ મહિલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકી છે. કમાલ ખાન આની ટ્વિટ કરી હતી પરંતુ થોડો સમય બાદ આ ટ્વિટ ડિલિટ કરી નાખી હતી. ટ્વિટમાં કમાલે લખ્યું હતું કે તેને પત્નીને આમ કરવાનો આદેશ આપ્યો છે. કેઆરકેએ ટ્વિટ કરી હતી, ''હા, આ 100 ટકા સાચું છે કે હું પત્નીનો ગુલામ છું. આથી જ તેનો આદેશ માનીને ભારત અને દુબઈ ઓફિસમાં કોઈ ફિમેલ સ્ટાફ નથી. હવેથી હું ક્યારેય પાર્ટીમાં જઈશ નહીં અને કોઈ મહિલા સાથે વાત કરીશ નહીં. આભાર..#MeToo...''હાલમાં દુબઈમાં છે કેઆરકેઃહાલમાં કેઆરકે દુબઈમાં છે. થોડા સમય પહેલાં જ કેઆરકેએ પોતાનું ઘર જન્નત વેચવાની જાહેરાત કરી હતી. કેઆરકેની પત્નીનું નામ આયેશા છે અને તેમને બે સંતાનો દીકરી ફરાહ તથા દીકરો ફૈસલ છે. કહેવાય છે કે કેઆરકેએ હિરો બનવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું. 2005માં આવેલી ફિલ્મ 'સિતમ'થી કમાલ ખાને પ્રોડ્યુસર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 'દેશદ્રોહી' ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે અનેક ભોજપુરી તથા હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેની ટ્વિટર પર એક્ટ્રેસને પ્રપોઝ કરવાથી લઈને બ્રેક-અપ સુધીની વાતો જાણીતી છે. કેઆરકેએ ટીવી એક્ટ્રેસ સારા ખાનને ટ્વિટર પર પ્રપોઝ કર્યું હતું. આ પહેલાં તે રોજ સવારે ટ્વિટર પર બોલિવૂડ એક્ટ્રેસ અસિનને 'કિસ' મોકલતો અને તેને કારણે ચર્ચામાં રહ્યો હતો. એક ટ્વિટમાં કમાલે લખ્યું હતું, ''સત્તાવાર રીતે હું મારી પ્રેમિકા સબાહથી અલગ થઈ ગયો છું. મને ટીવી એક્ટ્રેસ સારા ખાન પ્રત્યે પ્રેમ છે.''ગાર્મેન્ટનો બિઝનેસઃસૂત્રોના મતે, કેઆરકે ગાર્મેન્ટનો બિઝનેસ કરે છે. તેની પોતાની એન્ટરટેઈન્મેન્ટ સાઈટ પણ છે. આ સિવાય તે ગલ્ફ દેશોમાં મજૂરો સપ્લાય કરે છે. મુંબઈમાં કેઆરકેની ઓફિસ વર્સોવામાં છે. અહીંયા તેનું ઘર પણ છે અને ઘરનો આગળનો હિસ્સો કાચનો બનેલો છે. જેના પર મોટા અક્ષરે લાલ રંગમાં 'R' લખેલું છે અને બંને 'K' ગ્રે રંગમાં લખ્યા છે. કેઆરકેએ દાવો કર્યો છે કે તે 20 હજાર સ્કે. ફૂટના ઘરમાં રહે છે. આટલું જ નહીં તે હોલેન્ડથી દૂધ, ફ્રાંસથી પાણી તથા લંડનથી ચાની પત્તીઓ મંગાવે છે.થર્ડ સ્ટેજનું કેન્સરઃકમાલ ખાન બોક્સ ઓફિસ પરના ટ્વિટર હેન્ડલ પરથી કમાલ ખાનને અંતિમ સ્ટેજનું કેન્સર હોવાનું તથા તે માત્ર 1-2 વર્ષ જીવી શકશે તેવી માહિતી શેર કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ટ્વિટર હેન્ડલથી કમાલ ખાનની બે અંતિમ ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી હતી. કમાલ ખાનની અંતિમ ઈચ્છા તરીકે દર્શાવવામાં આવેલી પોસ્ટમાં, કમાલ ખાનના એ ગ્રેડ ફિલ્મ પ્રોડ્યૂસ કરવી અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં કામ કરવું અથવા તેઓ કામ કરતા હોય તે ફિલ્મને પ્રોડ્યૂસ કરવાની અંતિમ ઈચ્છા વ્યકત કરવામાં આવી હતી.
#

બોલીવુડ સમાચાર

બોલીવુડ સમાચાર - ShareChat
38k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post