🏦 આ બેન્ક બંધ
હંમેશા માટે બંધ થઇ ગઇ આ બેન્ક, તમારા પૈસા હોય તો નીકાળી લો નહીંતર… દેશમાં બેન્કિંગ સેવાઓને ઘરે-ઘરે પહોંચાડવા માટે ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2015માં પેમેન્ટ બેન્કની શરૂઆત કરી હતી. આ બેન્કના લાયસન્સ માટે દેશની 41 કંપનીઓએ આરબીઆઇને આવેદન આપ્યું હતું. પરંતુ જેમાથી માત્ર 11ને લાયસન્સ આપવામાં આવ્યા. જોકે, વોડાફોને સ્વેચ્છાએ પેમેન્ટ બેન્ક m-pesaને લિક્વિડેટ એટલે બંધ કરવાનું આવેદન કર્યું હતું,. તે બાદ હવે રિઝર્વ બેન્કે વોડાફોન m-pesaને ફાળવેલ રાઇટ્સ સર્ટિફિકેટને રદ્દ કર્યું છે. આરબીઆઇના આ નિર્ણય બાદ કંપની પ્રીપેઇડ ચુકવણી કાર્ય કરી શકશે નહીં. જેનો મતલબ એવો થયો કે પેમેન્ટ બેન્કનું કામકાજ બંધ થઇ ગયું છે. જોકે, ગ્રાહકો કે વેપારીઓને પીએસઓ તરીકે કંપનીની ઉપર કોઇ કાયદેસર દાવો છે કો તે સીઓએ રદ્દ થયાને ત્રણ વર્ષની અંદર 30 સપ્ટેમ્બર 2020 સુધી દાવો કરી શકે છે. સ્પષ્ટ વાત છે કે ગ્રાહકોની આ ડેડલાઇન સુધી ગ્રાહકોએ આ ડેડલાઇન સુધી તેમના દરેક દાવા પતાવી દેવા જોઇએ. જણાવી દઇએ કે ગત વર્ષે આદિત્ય બિડલા આઇડિયા પેમેન્ટ બેન્ક લિમિટેડે પણ આરબીઆઇને લિક્વિડેટ કરવાનું આવેદન આપ્યું હતું. શુ હોય છે પેમેન્ટ બેન્ક ? પેમેન્ટ બેન્કોને લોન્ચ કરવાનો હેતુ સ્મોલ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ, લો ઇનકમ હાઉસ હોલ્ડ, અસંગઠિત ક્ષેત્ર, પ્રવાસી મજૂરો અને નાના વેપારીને બેન્કિંગ સેવાઓથી જોડવાનો છે જેના માટે આરબીઆઇએ નોન બેન્કિંગ ફાયનાન્સસિઅલ કોર્પોરેશન, મોબાઇલ ફોન સેવા આપનારી કંપનીઓ કે સુપર માર્કેટ ચેન સહિતને પેમેન્ટ બેન્ક શરૂ કરવાની છૂટ આપી છે. આ બેન્કોએ મોટી રકમ જમા તરીકે સ્વીકાર કરવાની મંજૂરી નથી. તે સિવાય આ બેન્ક લોન આપી શકશે નહીં. જોકે, એટીએમ, ડેબિટકાર્ડ જરૂરથી બહાર પાડી શકે છે. પરંતુ ક્રેડિટ કાર્ડ મળી શકશે નહીં. આ પેમેન્ટ બેન્ક રહેશે. – એરટેલ પેમેન્ટ બેન્ક લિમિટેડ – ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક લિમિટેડ – FINO પેમેન્ટ બેન્ક લિમિટેડ – Paytm પેમેન્ટ બેન્ક લિમિટેડ – Jio પેમેન્ટ બેન્ક લિમિટેડ – NSDL પેમેન્ટ બેન્ક લિમિટેડ
#

🏦 આ બેન્ક બંધ

🏦 આ બેન્ક બંધ - 216 Plear taleta Your Mobile - ShareChat
13.9k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post