📋 8 જુલાઈનાં સમાચાર
દેશમા પહેલી વખત

📋 8 જુલાઈનાં સમાચાર

આંતરડામાથી કિશોરીનુ જનનાંગ બનાવાયુ
લખનૌ,તા.૮ કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી(કેજીએમયુ)ના તબીબોએ એક ૧૬ વર્ષની કિશોરીના આંતરડામાથી જનનાંગ વિકસીત કરી સફળ શસ્ત્રક્રિયા કરી દેશમા પહેલી વખત આવો સફળ કેસ કર્યો છે. જયારે વિશ્વમા આવી ત્રીજી ઘટના બની છે. આવા કેસ દસ હજારમાથી એકાદ છોકરીમા જોવા મળતા હોય છે.

આ કેસમા ઉતર પ્રદેશના રાયબરેલીની એક છોકરીને જન્મથી જ જનનાંગ ન હતુ. જોકે તે ૧૬ વર્ષની થતા તેનામા કેટલીક અનિયમીતતા જોવા મળતા તેના માતા-પિતાએ મહિલા રોગના નિષ્ણાંતની પાસે તપાસ માટે લઈ ગયા હતા. ત્યારબાદ તેની તપાસ કરી તેને કેજીએમયુ હોસ્પિટલમા લઈ જવામા આવી હતી. જયા એમઆકરેએચ સિન્ડ્રોમ ટાઈપ ટુ કેજીએમયુમા યુરોલોજી વિભાગના ડો. વિશ્વજીતે આ કિશોરીની તપાસ કરી હતી. જેમા તપાસ બાદ જાણવા મળ્યુ હતુ કે આ કિશોરી એમઆરકેએચ સિન્ડ્રોમ ટાઈપ ટુથી પિડાતી હતી. જેમા આ કિશોરીના શરીરમા બે મીટરનુ આંતરડુ જોવા મળ્યુ હતુ.જે પેટના નીચેના ભાગમા હોવાના કારણે આ જગ્યાએ ૧૦ સેમીનો ચીરો પાડવામા આવ્યો હતો. અને આ આતંરડામાથી ૧૦થી ૧૨ સેમીનો ભાગ કાપીને તેને અંદરથી જ જનનાંગ પાસે લઈ જવામા આવ્યો હતો. તેમા લોહીની ધમનીઓ લાગેલી હતી.

ત્યારબાદ તબીબોએ આ કિશોરીની સર્જરી કરવાનુ આયોજન કર્યુ હતુ. જેમા પ્લાસ્ટિક સર્જરી દ્વારા આ કિશોરીના જનાનાંગને વિકસાવવામા આવ્યુ હતુ. આ સર્જરી કરવામા લગભગ દોઢ કલાકનો સમય લાગ્યો હતો. તેમા તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે આ કિસોરીને જનનાંગ ન હોવાથી તે ગર્ભધારણ કરી નહિ શકે. તેથી તબીબોએ આ બાબતને ધ્યાનમા લઈ સર્જરી કરતા હવે તે લગ્નજીવન પણ જીવી શકશે. ડો. વિશ્વજીતે જણાવ્યુ કે એમઆરકેએચ સિન્ડ્રોમ ટાઈપ વનના અહિ ૧૫ ઓપરેશન થઈ ચુકયા છે. પણ ટાઈપ ટુનુ આવુ ઓપરેશન દેશમા પહેલીવાર કરવામા આવ્યુ છે.

20k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post