દિનેશ ગઢવી (નૈયા)
#

દિનેશ ગઢવી (નૈયા)

જગદંબા કેવી કેવી જનમી જીરે… જગદંબા કેવી કેવી જનમી જીરે, જગદંબા કેવી કેવી જનમી જીરે, હે ચારણ કુળની તે ધીળલી, હે ચારણ કુળમાં તે ધીળલી. પણ મહી વેચવા માડી નીસર્યા, ત્યા તો બાકર શેખે બોલાવ્યા પણ મેળીયે પુગી ગ્યા માવડી, ત્યા તો કડવા વેણ સંભળાવ્યા એ ત્યા તો સીહણ બની શેખ મારયો તો રે, હે આપા ધાનાની જીવણી પણ સીમમાં હાલ્યા ચાંપલબાઇ, ત્યા તો બળદીયો મરી જાય પણ બળદ માંગ્યો ક્યાય મળે નહી, આઇના બાપુ મનમાં મુંજાય એ ત્યાંતો સાવજ ને ગાડે જોડ્યો તો રે, હે ચોરાડ કુળની તે ધીળલી પણ માંડલીક ગ્યો તો આઇને નેહળે, ઇતો વહવાળી માગવાને કાજ પણ મા એ સમજાવ્યો તોય સમજ્યો નહી, પછી પલટાવ્યો જુનાનો રાજ એ તેદી રાજા ને રંક બનાવ્યો તો રે, હે આપા હરજોગની ધીળલી પણ નવઘણ હાલ્યો સીંધમા, કરવા જાહલબેન ની વાર પણ દિશાયુ લાગી એને ધુંધળી, ઓલો આદો દરિયો અપાર એ તેદી સમદરમા મારગ બતાવ્યો તો રે, હે સોયા બાટીની ધીળલી પણ મેઘાણીને કવિ કાગ, ઇ તો બેઠાતા નેહળાની માય પણ પડકારો થયો પલવારમા, સાવજ વાછરુંને લઇને જાય એ તેદી દાંગ લઈ સાવજ તગેડયોતે રે, હે ચૌદ વરસની ધીળલી પણ વીર મેરખીયાને સર્પ દસ્યો, અમી લેવા જાલવ પાતાળે જાય પણ દિન ઉગ્યા પેલા ખોડલ આવે નહી, વીર મેરખીયો મરી જાય એ તેદિ “ભરત” કે ભાણને થંભાવ્યો તો રે, હે આપા મામણની ધીળલી કવિ : ભરતદાન ગઢવી.
251 એ જોયું
11 મહિના પહેલા
#

દિનેશ ગઢવી (નૈયા)

[10/8, 9:26 AM] Kanubha Mokhiya: જીવતાં ને જાણ્યા નઈ. ધરાઈને ન દિધા ધાન. મર્યા પછી જુવો માન. કાગ જમાડે કાનભા. [10/8, 5:54 PM] Kanubha Mokhiya: દાન કરીને દાખવે. ગાતો ફરે ગમાર. કડે ચડીને કાનભા. આપેલ એકાદ વાર. [10/8, 6:16 PM] Kanubha Mokhiya: મેલે રૂપિયો મંદિરમાં. દેખે ચારેય દશ. કળાય મુખે કાનભા. લાખો લેવાની લાલશ. [10/8, 8:19 PM] Kanubha Mokhiya: કુવા તળાવ કોકદી. એલીમા ઉભરાય. પણ સાગર ન છલકાય. કાંઠા ઉપરવટ કાનભા. [10/8, 8:28 PM] Kanubha Mokhiya: કુવા તળાવ કોકદી. ખાબોચિયા ખાલિ થાય. પણ દરીયા તળ ન દેખાય. કોહ મોટરે કાનભા. [10/8, 8:51 PM] Kanubha Mokhiya: ગજબ શરીર ગજરાજના. હિંચકતી એની હાલ. પણ ખેંચે એનીય ખાલ. કેહર જાયો કાનભા. [10/8, 9:50 PM] Kanubha Mokhiya: સોયેક મળીન સામટા. જબરી કરતા જપટ. પણ ઈ કૌરવો તણા કપટ. જરા ન હાલ્યા જાદવા. [10/8, 9:54 PM] Kanubha Mokhiya: સોયેક મળીન સામટા. જબરી કરતા જપટ. પણ ઈ કૌરવો તણા કપટ. જરા ન હાક્યા જાદવે. [10/9, 12:29 PM] Kanubha Mokhiya: ધંધો બિઝનસ ધ્યાનથી. કર તું ઝપાટે કામ. એ આંઠે પોર આરામ. મેનતુ ને ન હોય મોખીયા. [10/9, 12:29 PM] Kanubha Mokhiya: નામું આખા નગરમાં. બજારે બાકી બિલ. એ વાતું કરતા વકીલ. મલકથી જાજી મોખીયા.
247 એ જોયું
11 મહિના પહેલા
#

દિનેશ ગઢવી (નૈયા)

નેજાળી ઉજવે નોરતા સોનલ ઉજવે નોરતા માડી તારે નોરતા ઉજવવાના નીમ સોનલ ઉજવે નોરતા માડી આજ પાટે પેલા ગણેશ પધારીયા માડી એના ઘુઘરા ઘમકયા ને દાળદર ભાગ્યા રે દુઃખ સૌ દાગ્યા નેજાળી ઉજવે નોરતા માડી આજ બીજે નવલાખ લોબડીયુ ટોળે વળે આવળ ઓપે અન્નપુણાઁ ને અંબા રે જોરાળી જગદંબા નેજાળી ઉજવે નોરતા માડી તમે ત્રીજે સિધ્ધ ચોરાસી તેડાવ્યા સાધુ તમે વસ્તી ચેતાવો ભગવે વેશ આપોને ઉપદેશ નેજાળી ઉજવે નોરતા માડી તમે ચોથે ચારણ વરણ નોતયાઁ , માડી એના કાઢયા આળસ અભિમાન દીધા વિધ્યાના દાન નેજાળી ઉજવે નોરતા માડી તમે પાંચમે બળભદ્રને બોલાવી માડી તમે કીધા હળધર કેરા માન ધોરીના સનમાન નેજાળી ઉજવે નોરતા માડી તમે છઠે ભુત ભૈરવને ભેગા કર્યા, માડી એણે તજી બીજા ખોળીયાની આશ વોળાવયા કૈલાશ નેજાળી ઉજવે નોરતા માડી એવા સાતમે રતી દેવ આવીયા, માડી એણે સ્વીકાયાઁ નરકનો નિવાસ પાપીયોનો વૈકુંઠવાસ નેજાળી ઉજવે નોરતા માડી એવા આઠમે દાનવ સઘળા આવીયા , માડી એતો જાડાને જોરાળા ઠીમે ઠામ મદિરાના લીધા જોમ નેજાળી ઉજવે નોરતા માડી તમે નોમે રે ખાંડાને ખડગ નોતયાઁ , માડી તમે ઉગાયાઁ બકરીના મુંગા બાળ ઉતાર્યા જુના આળ નેજાળી ઉજવે નોરતા માડી તમે દશમે હવન હોમ આદયોઁ , માડી એમાં હોમ્યા ઈષાઁને અભિમાન અજ્ઞાનને મદ્યપાન નેજાળી ઉજવે નોરતા માડી તું જો જન્મી ન હોત જગતમાં જોગણી , તો હું "કાગ " કોના ગુણ ગાત મારા પાતક કયાંથી જાત નેજાળી ઉજવે નોરતા દિનેશ નૈયા જય માતાજી જય સોનલ માં
282 એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post