#

satya hakikat

કેજરીવાલ વડાપ્રધાન હોય તો દેશની કાયાપલટ થઈ જાય...કેજરીવાલ મોદી સાહેબની માફક ફેકમફેક નહીં..શાંતિથી કામ કર્યે જાય છે......આ પોસ્ટ રાજકીય નથી માટે ખરાબ કોમેન્ટ ન કરવા વિનંતિ છતાંય કરવી હોય તો પછી કોઈ અપેક્ષા નથી સાચો વિકાસ કોને કહેવાય ખબર છે..? આવો સરખાવીએ દિલ્હીમાં કેજરીવાલના ૨ વર્ષના શાસનને અને ગુજરાતમાં ભાજપના 22 વર્ષના શાસનને.. *૧) દિલ્હી:* છેલ્લા ૨ વર્ષમાં ૨૨૪ નવી સરકારી શાળા બાંધવામાં આવી. ૪૦ થી વધારે સરકારી શાળાઓને, ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી. *ગુજરાત:* ભાજપના શાસનમાં ખાનગી શાળાઓને ફાયદો કરાવવા ૧૦૦૦થી વધુ સરકારી શાળાઓને તાળાં લગાવાયા. ભાજપના તમામ નેતાઓની ખાનગી શાળા-કોલેજમાં ભાગીદારી. શિક્ષણનું સંપૂર્ણપણે વ્યાપારીકરણ. *૨) દિલ્હી:* ધોરણ ૧૨ પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ૧૦ લાખ સુધીની લોન કોઈ પણ ગેરેન્ટર વગર. ખુદ સરકાર જ બેંકમાં ગેરેન્ટર બનશે. *ગુજરાત:* ઉચ્ચ અભ્યાસ માટે કોઈ જ યોજના નથી. *3) દિલ્હી:* સરકારી શાળાના શિક્ષકોનો લઘુતમ પગાર ૩૦,૦૦૦ સુધી કરાયો. *ગુજરાત:* ફિક્સ પગારદાર પ્રથા. ૭૮૦૦ માસિક પગાર. *૪) દિલ્હી:* સરકારી શાળામાં દરરોજ મધ્યાહન ભોજન માં મધર ડેરી નું ૨૦૦ml flavored મિલ્ક અને પોષણયુક્ત આહાર. *ગુજરાત:* અપૂરતો અપોષણયુક્ત આહાર. કુપોષિત બાળકોમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે! *૫) દિલ્હી:* દેશમાં સૌથી ઓછા વીજળીના યુનિટ ભાવ. *ગુજરાત:* અદાણી-અંબાણી સંચાલિત વીજળી કંપનીને ફાયદો કરાવવા ખૂબ ઊંચા ભાવો. દર ૬-૧૨ મહિને ભાવ વધારો. *૬) દિલ્હી:* પાણી વેરો સંપૂર્ણ માફ. *ગુજરાત:* પાણી આવે કે ન આવે. વેરો જરૂર ભરવાનો. *૭) દિલ્હી:* શહિદ થયેલા સૈનિક/પોલીસ ના પરિવારને ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય. દેશમાં સૌથી વધુ. *ગુજરાત:* 'વિકસિત' ગુજરાતમાં ફક્ત ૪ લાખની સહાય આપવામાં આવે છે. દેશમાં સૌથી ઓછી.! *૮) દિલ્હી:* સરકાર દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ માટે ૫ પવિત્ર યાત્રાધામની મફત યાત્રાની યોજના. *ગુજરાત:* કોઈ જ યોજના નહીં. *૯) દિલ્હી:* ફક્ત બે વર્ષમાં શાસનમાં દિલ્હી મુંબઈને હટાવી દેશની આર્થિક રાજધાની પણ બની. *ગુજરાત:* સરકાર દ્વારા વ્યાપારીઓને નિરંતર હેરાન-પરેશાન કરવાની વિકલાંગ માનસિકતા. *૧૦) દિલ્હી:* સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધના અનેક પગલાઓથી બે જ વર્ષમાં ભ્રષ્ટાચારમાં ૭૬% નો ઘટાડો. *ગુજરાત:* ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઈ જ યોજના નહીં. મંત્રી-નેતા-સરકારી બાબુથી લઈ કાર્યકર્તા સુધી ભ્રષ્ટાચારની બોલબાલા. કોઈ જ સરકારી કામ લાંચ આપ્યા વગર શક્ય નહીં. *૧૧) દિલ્હી:* મોદી સરકારની સતત અડચણો છતાંય પ્રજા માટે દિન રાત કામ કરતા, લડતાં નેતાઓ. *ગુજરાત:* ૨૨ વર્ષના શાસનના નશામાં ચકચૂર નેતાઓ. અહંકાર, ઘમંડમાં પુરેપુરા મદહોશ. પાંચ વર્ષે ચૂંટણી વખતે જ જોવા મળે. *૧૨) દિલ્હી:* પાક નિષ્ફળ જતા ખેડૂતોને ₹૫૦,૦૦૦/હેક્ટર સુધીનું વળતર. દેશમાં સૌથી વધુ. *ગુજરાત:* પાક વિમાની કોઈ જ યોજના નથી. *૧૩) દિલ્હી:* આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો ફકત એક ફોન કરી ઘેર બેઠા મેળવી શકાય છે. એ પણ કોઈ પણ જાતના વધુ ચાર્જ વગર! *ગુજરાત:* સરકારી ઑફિસે વારંવાર ધક્કા ખાવો, સરકારી બાબુઓને લાંચ ચૂકવો તો જ દસ્તાવેજ મળે! *૧૪) દિલ્હી:* યુવાઓના રોજગાર માટે સરકાર દ્વારા દર બે મહિને વિશાળ ભરતી મેળાનું આયોજન. *ગુજરાત:* પાંચ વર્ષે ચૂંટણી આવે તે પહેલાં એકાદ વખત આવો ભરતી મેળો ગોઠવી યુવાઓને મૂર્ખ બનાવી દેવાઇ છે. *૧૫) દિલ્હી:* છેલ્લા ૨ વર્ષમાં જ સરકાર દ્વારા વિધવા પેન્શનમાં ૧૦૦% વધારો, વૃદ્ધ પેન્શનમાં ૬૭%, લઘુતમ રોજગરમાં ૩૫%, DTC કર્મચારીનો પગાર ૫૦%, મુલાકાતી શિક્ષકોનું ભથ્થું ૯૦%, અને NHM કર્મચારીઓના પગારમાં ૧૦૦% નો વધારો કરવામાં આવ્યો છે. *ગુજરાત:* વર્ષોથી ફિક્સ પગાર ની અત્યાચારી અમાનવીય પ્રથા લાગુ. પુરા ભારતમાં ફિક્સ પગારની પ્રથા હોય તેવું એક માત્ર રાજ્ય. સરકારી તાયફાઓ કરવા કરોડો રૂપિયા છે પણ કર્મચારી માટે નથી. *૧૬) દિલ્હી:* "મહોલ્લા કલીનીક" જેવી વિશ્વ પ્રખ્યાત યોજનાથી એક એક ઘર સુધી મફત સ્વાસ્થ્ય સેવા પહોંચાડવામાં આવી. મહોલ્લા કલીનીકમાં યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, X-ray જેવા ૩૨ ટેસ્ટ બિલકુલ મફત. પુરા દિલ્હીમાં આવા ૧૦૦૦+ મહોલ્લા કલીનીક બનાવવામાં આવશે. અંદાજે ૧૭૦+ કાર્યાન્વિત. ગુજરાત: સરકારી હોસ્પિટલો ખુદ દર્દી બની ચૂકેલ છે. અપૂરતો સ્ટાફ, અપૂરતી સુવિધાઓ, ભ્રષ્ટાચારથી ખદબદતી સરકારી હોસ્પિટલો. ખાનગી હોસ્પિટલમાં સરકારના મંત્રીઓની સાંઠગાંઠ. આવી તો અનેક યોજનાઓ કેજરીવાલ સરકારે ફક્ત બે વર્ષમાં લાગુ કરી દેખાડી છે. એ પણ કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારની કાયમી અડચણો, કિન્નાખોરી છતાંય.. કોઈ વ્યક્તિ કે પાર્ટીના અંધભક્ત ન બનો. ૫-૬ મોટા શહેરોના અમુક પોશ વિસ્તારોનો વિકાસ સમગ્ર રાજ્યોનો વિકાસ ના કહેવાય. અમુક માનીતા ઉદ્યોગપતિઓનો વિકાસ સમગ્ર વ્યાપારી વર્ગનો વિકાસ ન કહેવાય. રાજ્યના છેવાડાના માનવી, દરેક વર્ગ, દરેક તબક્કાનો વિકાસ થાય તેને જ સાચો વિકાસ કહેવાય. *must check on google all details* #satya hakikat
111 એ જોયું
27 દિવસ પહેલા
#

satya hakikat

આવો ગયું, પધારો ગયું ને નમસ્તે ગયું, "હાય" અને "હેલ્લો"ના હાહાકારમા સ્નેહ ભીના શબ્દો ગયા. મહેમાન ગયા, પરોણા ગયા ને અશ્રુભીના આવકાર ગયા, "વેલ કમ" અને "બાય બાય"મા લાગણીઓ તણાઈ ગઈ. કાકા ગયા, મામા ગયા, માસા અને ફુવા ગયા, એક અંકલના પેટમાં એ બધા ગરકાવ થયા. કાકી, મામી, માસી, ફોઈ ને સ્વજનો વિસ્તાર ગયા, આંટીમા બધાં સમાઈ ગયા. કુટુંબ નામનો માળો તૂટ્યો, પંખી વેરવિખેર થયા, હું ને મારામા બધા જકડાઈ ગયા. હાલરડાંના હલ્લા ગયા, લગ્નના ફટાણા ગયા, ડીજે ને ડિસ્કોના તાનમાં બધા ગરકાઈ ગયા. આઈસ્ક્રીમના આડંબરમાં મીઠા ગોળ ને ધાણા ગયા. લાપસી ગયા, કંસાર ગયા, ખીર અને ખાજા ગયા, કેકના ચક્કરમાં બધા ફસાઈ ગયા. માણસ માંથી માણસાઇ ને સંબંધ ગયા ને કામપૂરતા માત્ર મોબાઈલ નંબર રહી ગયા......🙏 #satya hakikat
122 એ જોયું
3 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post