✋ જય સ્વામીનારાયણ
કાલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ છે. ________________________ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન, સંવત્ ૧૮૩૭ની સાલે ચૈત્ર સુદ નવમીની રાત્રી દશ ઘડી ગઇ ત્યારે પ્રગટ થયા. તે સમયે બ્રહ્માદિક ઇશ્વરોએ તેમજ ઇન્દ્રાદિક દેવતાઓએ, તથા ગંધર્વો, તેમજ અપ્સરાઓએ, આવીને સ્તુતિ, નૃત્ય, ગીત, વાજિંત્ર, ચંદનપુષ્પની વૃષ્ટિ વિગેરેથી, શ્રીહરિનો સત્કાર કર્યો. ત્યાર પછી હરિપ્રસાદજીએ, પોતાના પુત્રનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, જાત કર્મ કરાવ્યું. અને તે નિમિત્તે, બ્રાહ્મણોને, વિવિધ દાનો આપ્યાં. જન્મના દિવસથી છઠ્ઠે જ દિવસે, કાલિદત્ત નામના અસુરાધિપે પ્રેરેલા કોટરાદિક બાલગ્રહો, બાલસ્વરૃપ ભગવાનને, મારવા સારું આવ્યા. તેમને શ્રી બાલસ્વરૃપ ભગવાને, પોતાની દ્રષ્ટિ માત્રથી નસાડી દીધા. ત્યાર પછી સવા ત્રણ માસ જેટલો સમય જતાં, બ્રાહ્મણને વેશે શ્રીમાર્કંડેય ઋષિ ધર્મદેવને ઘેર આવ્યા. ધર્મદેવે તેમનું ઘણું જ સન્માન કર્યું. વળી તે મુનિ જ્યોતિઃ શાસ્ત્રના ભણેલા હોવાથી, તેમને પોતાના પુત્રનું નામકરણ કરવા વિનંતી કરી. આ સાંભળી માર્કંડેય મુનિ ઘણાજ પ્રસન્ન થયા અને કહ્યું જે, 'હે હરિપ્રસાદજી! તમારા આ પુત્રનો જન્મ કર્કરાશિને વિષે થયો છે. તેમજ તમારી તથા જે જનો તેમના આશ્રિત થશે તે સર્વની, આપદાઓને તે હરી લેશે, માટે એમનું નામ 'હરિ' થશે. વળી તમારા પુત્રનો જન્મ ચૈત્ર માસમાં થયો છે. તથા તેમના શરીરનો કૃષ્ણવર્ણ હોવાથી તેમજ પોતાના આશ્રિત સર્વજનોના અંતઃકરણને, પોતાની મૂર્તિને વિષે આકર્ષી લેશે, તે કારણે બીજું 'કૃષ્ણ' એવું નામ કહેવાશે. અને આ બન્ને નામો જુદા છે, છતાં પણ બન્ને ભેળા મળીને 'હરિકૃષ્ણ' એવું ત્રીજું નામ પણ થશે. અને આ તમારા પુત્ર ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગ એવા પાંચ ગુણોથી, શીવજીના સમાન થશે. માટે આ તમારા પુત્ર ''નીલકંઠ'' એવા નામથી પ્રસિધ્ધ થશે. અને આ તમારા પુત્રના હસ્તને વિષે, પદ્મનું ચિહ્ન છે. તથા બે ચરણો પૈકી જવ, જાંબુ, વજ્ર, ઉર્ધ્વરેખા, કમલ, ધ્વજ, અંકુશ, અષ્ટકોણ, સ્વસ્તિક એ નવ ચિહ્નો જમણા ચરણમાં બિરાજી રહેલાં છે. તેમજ અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ્ય, કલશ, ત્રિકોણ અને મીન આ સાત ચિહ્નો ડાબા ચરણમાં બિરાજી રહેલાં છે માટે આ તમારા પુત્ર સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ નારાયણ છે. અને તેઓશ્રી લક્ષાવધિ મનુષ્યોના નિયંતા થશે. અને તમારું સર્વ પ્રકારનાં કષ્ટો થકી રક્ષણ કરશે. આ પ્રમાણે કહીને, તે મુનિએ બીજા પણ ઘણાંક ગુણોનું વર્ણન કર્યું. તે સાંભળીને, ધર્મ અને ભક્તિ ઘણાંજ પ્રસન્ન થયાં, અને તે માર્કંડેય મુનિને, દક્ષિણા દાનથી સત્કાર કરીને, બહુજ પ્રસન્ન કર્યા, ત્યાર પછી તે મુનિ ત્યાંથી યાત્રા નિમિત્તે, પ્રયાગરાજ વિગેરે તીર્થોમાં ગયા.(શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર પ્રકરણ ૧) #✋ જય સ્વામીનારાયણ #🙏 જય શ્રી કૃષ્ણ #🙏 ભક્તિ & ધર્મ
#

✋ જય સ્વામીનારાયણ

✋ જય સ્વામીનારાયણ - આવતીકાલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ | ભગવાનનો ર૩૯મો જન્મોત્સવ છે . - THE TET स्वामिनारायण सिद्धांत થાલા , પ્રેમ ને મળીયે . . . AMOLADA SWARINARAK - ShareChat
11k એ જોયું
9 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post