📰 23 જૂનનાં સમાચાર
'હલવા સેરેમની’

📰 23 જૂનનાં સમાચાર

હલવા સેરેમની’ સાથે બજેટના દસ્તાવેજોનું છાપકામ શરૂ
ન્યુ દિલ્હી,તા.૨૨ શનિવારથી બજેટનું છાપકામ શરુ થઇ ગયું છે. નોર્થ બ્લોક સ્થિત નાણામંત્રાલના બેસમેંટમાં હલવા સેરેમની સાથે જ ૧૦૦ અધિકારી તથા કર્મચારીઓ ૧૫ દિવસ માટે કેદ થયાં છે. આ વર્ષે હલવા સેરેમનીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ તથા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે તમામ કર્મચારીઓ સાથે મળીને હલવો ખાઇને બજેટ છાપકામના શ્રીગણેશ કરાવ્યા હતા.

હલવો બન્યા બાદ મંત્રાલયના ૧૦૦થી વધુ લોકો બજેટ બનાવવામાં દિવસ-રાત સતત લાગ્યા રહેશે. બજેટ બજેટ શરૂ થયાના લગભગ એક અઠવાડિયા પહેલા આ તમામ લોકો ૨૪ કલાક નોર્થ બ્લોકમાં જ પસાર કરવા પડશે.

એક વખત કેદ થયાં બાદ નાણામંત્રી દ્વારા લોકસભામાં બજેટની રજૂઆત બાદ તેમને નોર્થ બ્લોકની મંજૂરી આપવામાં આવે છે. ૫ જૂલાઇના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટમાં રજૂ કરશે.

દરેક વર્ષે બજેટ પ્રક્રિયા અને તેના છાપકામની શરૂઆત પહેલા નાણા મંત્રાલયમાં હલવા સેરેમની યોજવામાં આવે છે. હલવા સેરેમની બજેટ સાથે સંકળાયેલી અત્યંત રસપ્રદ પ્રથા છે. જ્યારે નાણામંત્રી ખુદ બજેટ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને હલવો ખવડાવે છે.

ભારતીય પરંપરા અનુસાર કોઈ પણ શુભ કાર્ય પૂર્વે મોઢું મીઠું કરાવવામાં આવતું હોય છે. ત્યારે નાણામંત્રીએ બજેટના પ્રિન્ટિંગ પૂર્વે સ્ટાફને હલવો ખવડાવી મોઢું મીઠું કરાવ્યું. હલવા સેરેમની બાદ પ્રિન્ટિંગ ની ઔપચારિક શરૂઆત કરવામાં આવે છે.

15k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post