કિસ્સાઓ
#

કિસ્સાઓ

પેજ પર ઘણા મિત્રો સાથે વાતચીત થાય... કેટલાક મિત્રો ની વ્યથા બહુ વિકટ હોય છે.. તો કેટલાક મિત્રો મને એમ કહે કે જયેશભાઇ હવે નથી સહેવાતું કંટાળી ગઈ છું કે કંટાળી ગયો છું... આત્મહત્યા કરી લઉં.. કેમ આત્મહત્યા કરવી પડે..? તમે દુઃખ નથી સહી સકતા એટલે.? તો દુઃખ ની જ હત્યા કરી ને આત્મા ને બચાવી લો ને.. કહેવા નો મતલબ એ છે કે આ દુનિયા ઘણી જ સુંદર છે.. કોઈ એક દુઃખ કે કારણ ને લઈને એને છોડવા ની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. કદાચ મરવા માટે તમારી પાસે એક જ કારણ હશે પણ જીવવા માટે હજારો કારણ છે.. કોઈ એક વ્યક્તિ ના ખરાબ થવા થી જિંદગી થી જ મોં ફેરવી લેવું ઉચિત નથી.. બીજા ઘણા સારા માણસો આ દુનિયા માં છે તમારી આજુ બાજુ એમને જોવો.. અને તમે એકલા જ દુઃખી નથી આ દુનિયા માં દરેક જણ દુઃખી છે.. પણ દુઃખ ને કોઈ દિવસ ખુદ પર હાવી ના થવા દેવું.. કદાચ તમને એમ લાગશે કે હું આ બધું એટલા માટે કહું છું કે હું તમારી જગ્યા એ નથી.. પણ હું તમારી જગ્યાએ નથી તો તમે પણ મારી જગ્યા એ નથી જ.. કહેવા નો આશય એટલો જ છે કે પરિસ્થિતિ થી કે સંજોગ થી કોઈ દિવસ હારવું ના જોઈએ.. જે ના થી તકલીફ છે અથવા જે આપણ ને યાતના આપે છે એને નીકાળી ફેંકવા જોઈએ આપડા જીવન માં થી.. જે તમને જીવન માં ઘુટન નો અહેસાસ કરાવે એને છોડી દેવા જોઈએ.. જે તમને નથી સમજી સકતા તમારા પ્રેમ ને નથી સમજી સકતા તમારા બલિદાન ને નથી સમજી સકતા એ ક્યારેય તમને નૈ સમજી શકે એવી વ્યક્તિ માંટે કોઈ દિવસ જીવન ના છોડવું.. જેને તમારી કિંમત જ નથી એની માટે આપડે શું કામ બધું છોડવું પડે.. જેને કિંમત છે એની માટે જીવવું જોઈએ. વ્યર્થ વ્યક્તિઓ ને લાત મારી ને દૂર કરો... સુંદર કારણો ને જોવો અને ખુલી ને જીવો રોજ ઉદાસ રહી ને જીવવા માં કાંઈ મળવા નું નથી.. રોજ ઉદાસ બેસસો તો એક દિવસ ઉદાસી જ તમને મારી નાખશે.. શેડ ફોટા અને સેડ સ્ટેટસ લગાવી ને શું બતાવવા માંગો છો તમે ? કે હું ઉદાસ છું.. મોં પર ઉદાસી ને લપેડી ને પોતાની ખુશીઓ નું ગળું ના દબાવો.. દિલ અને દિમાગ માં જિંદાદિલી નો રંગ ભરો... આ દુનિયા સાચે જ સુંદર છે.. બાકી તકલીફો તો બધા ને રહેવા ની જ છે..
364 એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post