daxa
858 views • 3 months ago
*27/6/25 શુક્રવાર #જય બાબા રામદેવ પીર #🚩બાર બીજનાં ધણી 🙏 #બાર બીજનાં ધણી બાબા રામદેવ પીર #🙏🙏બાર બીજનાં ધણી ની જય હો 🙏🙏 અષાઢી બીજના 🌸🙏શ્રી રામદેવપીરના બોરીવલી ઇસ્ટ મુંબઈથી દર્શન* 🙏🏻🌸સુદ બીજ નિમિત્તે🌹રામદેવપીરના અવતરણનું સંપૂર્ણ ભજન👇 Ramdevpir na Bhajan 🌹
રાજા અજમલ કહે ને સતી સાંભળો રે
____🙏🌹🍁🌷🍁🌹🙏___
રાજા અજમલ કહે ને સતી સાંભળો રે
તમે સાંભળો મારા હ્રદયાની વાત..
રાજા અજમલ કહે...
પોકરણ ગઢની પ્રજા મ્હેણાં બોલતી રે ,
મારા શુકન ના લે કોઈ..
સતી વાંઝિયા મ્હેણાં લાગે દોહ્યલા રે🌹
સતી અમે જાસુ તપ કરવા રે ,
રાજ ચલાવજો રૂડી રીત.. ,
મને વાંઝિયા મ્હેણાં લાગે દોહ્યલા રે🌹
પહેલાં સગુણા વળાવો એના સાસરે રે ,
પછી જાવ તમે વનની મોજાર રે,.
મને વાંઝિયા મ્હેણાં લાગે દોહ્યલા રે🌹
રાજાએ ઘડીયાં લગનીયા લેવરાવીયા રે ,
તે દી જવ-તલ હોમનારો નહિ કોઈ
પ્રભુ વાંઝિયા મ્હેણાં લાગે દોહ્યલા રે 🌹
બેની સગુણા વળાવી એના સાસરે રે ,
રાજા ચાલ્યા છે વનની મોઝાર રે..
મને વાંઝિયા મ્હેણાં લાગે દોહ્યલા રે🌹
રાજાએ વનમાં તે તપ આદર્યા રે ,
ત્યાં તો પ્રગટ થયા છે ભોળાનાથ..
મને વાંઝિયા મ્હેણાં લાગે દોહ્યલા રે 🌹
રાજા જાજો દ્વારકાધીશને શરણે રે ,
દ્વારકાવાળા દયાળું દીનનાથ ,
તમારા વાંઝિયા મ્હેણાં પ્રભુ ભાંગશે રે 🌹
સતી એ સવા શેર ઘી ના લાડું વાળિયા રે
15 likes
14 shares