🎭પવિત્ર પાપી🎭
583 views • 3 months ago
#🛕શ્રાવણ મહિનાના સ્પેશિયલ સ્ટેટ્સ #📿શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર🍁 #💐 શુભ સોમવાર #✍ ફ્રેંડશીપ કોટ્સ 👩🏼🤝🧑🏽 #🎀રાખડીની લેટેસ્ટ ડિઝાઇન
જીવન જીવતા આવડવું જોઈએ..
સંબંધો સીવતા આવડવું જોઈએ
અમૃત નહિ મળે રોજ બરોજ...
ઝેર પીતા પણ આવડવું જોઈએ ..
વાત વાત માં રૂઠવું સારું નહિ ...
સહન કરતા પણ આવડવું જોઈએ ....
અક્ક્ડ ઝાડ પહેલું તૂટી જાય ...
થોડું નમતા પણ આવડવું જોઈએ ...
બધું કઈ પચી નહિ શકે ...
થોડું વહેંચતા પણ આવડવું જોઈએ ...
બેઠાડું જિંદગી શ્રાપ છે* ....
જીવન મા મહેનત કરતા પણ આવડવું જોઈએ ...
ચોપડીઓ અચૂક વાંચો
ચેહરા વાંચતા પણ આવડવું જોઈએ ...
અબોલા ક્યારેય નહિ લેતા.
મન મોટું રાખતા પણ આવડવું જોઈએ..
સોગિયું મોઢું કોને ગમે
ખડખડાટ હસતા પણ આવડવું જોઈએ ...
સંઘરાખોરી સારી છે પણ
દાન- પૂણ્ય કરતા પણ આવડવું જોઈએ ...
ખોટા વખાણ કરવા ચાપલુસી છે...
અરીસો બનતા પણ આવડવું જોઈએ !!....
12 likes
13 shares

