📋 બાળ વાર્તા
#

📋 બાળ વાર્તા

એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ 10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો. એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો. ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો. માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજુરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10 રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.માલિકે હવે 100ની નોટ નીચે ફેંકી. નોટ ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી. મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો. માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમ જ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો. પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ કરી.મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ. ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ. ----------------- મિત્રો વાત ગમે તો શેર જરૂરથી કરજો... #📋 બાળ વાર્તા
9.4k એ જોયું
1 દિવસ પહેલા
#

📋 બાળ વાર્તા

Ⓜ💲5⃣4⃣Status👑
#📋 બાળ વાર્તા
આજે સવાર થી... વિખરાઈ ગયેલ અમારૂ સંયુક્ત પરિવાર યાદ આવતું હતું....એ સવારો કેવી પડતી હતી બધા સાથે ચા લેતા..છાપું વાંચી ચર્ચાઓ કરતા... સવારે તો અમે બધાં ટિફિન લઈ ફેક્ટરી એ જતા રહેતા..પણ રાત્રી નું ભોજન તો સાથે જ...હોય. આજે ડાઇનિંગ ટેબલ ઉપર ત્રણ થાળી જોઈ મારૂ મન દુઃખી થઈ જતું હતું...એક વખત હતો..તેર થાળીઓ એક વિશાળ ડાઇનિંગ ટેબલ ઉપર એક સાથે મુકાતી... એવું તો ઘર મા શુ તોફાન આવ્યું.. એવી તો ઘર ઉપર કોની નજર લાગી ગઇ ..એવી તો કેવી ગેરસમજ અંદરો અંદર થઈ ગઈ કે અમારો હસતો રમતો પરિવાર વિખરાઈ થઈ ગયો.. હું થોડો ભૂતકાળ મા જતો રહ્યો પાપા પછી .. કોઈ પણ નિર્ણય લેવો હોય પછી તે ઘર હોય કે બિઝનેસ ...મોટા ભાઈ નો નિર્ણય અંતિમ ગણાતો ... મોટા ભાઈ ભાભી ને ઘર મા બધા માન અને આદર આપતા..એક આદર્શ પરિવાર તરીકે સમાજ મા અમારા ઘર નું નામ હતું... પાપા એ બીજનેસ મા થી નિવૃત્તિ થયા પછી....મોટા ભાઈ ના વર્તન મા થતો ફેરફાર દરેક વ્યક્તિ નોંધ કરતી હતી પણ ..બિઝનેશ ચલાવા માં પડતી તકલીફ તરફ અમે બધા બેધ્યાન હતા.... ત્રણ ભાઇઓ મા હું નાનો હતો...બધા ભાઇયો પરિવાર વાળા હતા...પણ સંયુક્ત પરિવાર હોવાથી સામે બધા સાથે રહેતા હતા... દરેક ના ખર્ચ અલગ..અલગ હોવાથી.. જયારે મોટા ભાઈ પાસે હાથ ખર્ચી ની વાત કરિયે ત્યારે બે ત્રણ દિવશ તેઓ અમને ફેરવે...પછી થોડું સાચું ખોટું સંભળાવી રૂપિયા આપે.. મેહનત તો ધંધા મા અમે બધા પણ કરતા હતા....તેવી ભાવના ધીરે..ધીરે દરેક ને થવા લાગી.. એક વખત વચલા ભાઈ નિશીત એ મોટા ભાઈ પાસે..રૂપિયા 50હજાર રૂપિયા નવું બાઇક લેવા માંગ્યા...મોટા ભાઈ એ કીધું અત્યરે બીજનેસ બરાબર નથી ચાલતો..જુના બાયક થી ચલાવ..નિશીત ને ગમ્યુ નહીં પણ ત્યથી મૂંગા મોઢે જતો રહ્યો.... એ દિવસે સાંજે નિશિતે જયારે મોટા ભાઈ ભાભી ને અમારા સોની ની દુકાને જોયા.. ત્યારે તેને મોટા ભાઈ ભાભી તરફ તેને નફરત થઈ ગઈ... મારે બાયક લેવું છે તો રૂપિયા નથી બિઝનેસ ખોટ મા છે..બાહના કાઢે છે...અને અહીં મોટા ભાભી માટે સોનુ ખરીદવા આવ્યા છે... રાત્રે..ઘરે આવી નિશીત પાપા ના રૂમ મા ગયો....અને બધી વાત ની જાણ કરી....ત્યાં મોટા ભાઈ રૂમ ની અંદર આવી ગયા... ચર્ચા થોડી ગરમી પકડી રહી હતી..અમારી માંગણી હતી કે હવે અમે બધા પણ મોટા થયા છીએ..અમારે પરિવાર પણ છે..અને અમારી વ્યક્તિગત જરૂરિયાત પણ હોય.. વારમ વાર રૂપિયા માટે ભીખ ના માંગીએ...મોટા ભાઈ શાંતિ થી બધું સાંભળતા હતા... આરોપો. ઉપર આરોપો થતા હતા...એમાં નિશિત થી બોલાઇ ગયું...તમારી પાસે બાયક ખરીદવા ના રૂપિયા નથી... અને સોની ની દુકાને થી ભાભી નું સોનુ ખરીદવા રૂપિયા છે ...વાહ મોટા ભાઈ.. વાહ.... બારણાં પાસે મોટા ભાભી ઉભા ઉભા સાંભળતા હતા..તે વચ્ચે બોલવા ગયા...પણ ..મોટા ભાઈ એ તેમને રોકી લીધા...... પાપા પણ ...અમારા ઉપર ગરમ થઇ બોલ્યા.. તમે ભેગા થઈ શુ બોલો છો... તમને લોકો ને ભાંન નથી.... તમારી એક નાની અશંકા ના બીજ સમગ્ર પરિવાર અને બિઝનેસ ને હતું ન હતું કરી દેશે..... પાપા એ મોબાઈલ હાથ માં લીધો... અને રતિલાલ.. સોની ને તાત્કાલિક અમારા ઘરે બોલાવ્યા..(અમારા પરિવાર ની સોના ની ખરીદી ત્યાંથી જ થાય છે)...સોની થોડી વાર મા ઘરે આવી ગયો... હવે વાત વધી ગઇ હતી..સમગ્ર પરિવાર પાપા ના બેડરૂમ મા ભેગું થયું હતું...પણ.મોટાભાઈ જાણે ખાનદાની.. સાચવી હોય તેમ..એક પણ શબ્દ બોલ્યા વગર નીચે માથે પપ્પા ની બાજુ માં બેઠા રહ્યા.. પાપા એ સોની ને અમારા સમગ્ર પરિવાર સામે પૂછ્યું...કે આ ચેતન (મોટા ભાઈ) તમારી દુકાને કેમ આવ્યો હતો.... જરા વિગતે આ બધા ને જણાવો.... રતિલાલ સોની બોલ્યા બિઝનેસ ઘણા સમય થી ખોટ મા ચાલતો હોવાથી....રૂપિયા 25 લાખ ના મોટા ભાભી ઘરેણાં તેઓ ગીરવે મુકવા અમારે ત્યાં આવ્યા હતા... રૂમ ની અંદર સોપો પડી ગયો.. અમારી પાસે બોલવા માટે કોઈ શબ્દ ના હતા...હવે અમારા માથા શરમ થી ઝૂકી ગયા હતા.. મોટા ભાઈ અને ભાભી આંખ મા પાણી સાથે રૂમ મા થી મૂંગા મોઢે બહાર નીકળી ગયા... પાપા એ અમારી સામે જોઈ ..કીધું...શંકા નું સમાધાન થઈ ગયું હોય તો.. અહીં થી બહાર જાવ.. રતિલાલ બોલ્યા.... તેમને એવું..પણ કીધું.. આ રૂપિયા. માંથી પ્રથમ મારા નાના ભાઈ નું બાઇક છોડવું છે......તેની ઈચ્છા ઘણી છે.... રતિલાલ ની વાત સાંભળી નિશિત ના આખ. માંથી પાણી નીકળવા લાગ્યા...મેં મોટાભાઈ ને સમજવા ની ભૂલ કરી... પપ્પા બોલ્યા..સાંભળો... જીંદગી મા ખાલી મોટા કહેવા થી મોટા નથી બની જવાતું.. વિશ્વાશ જીતવો પડે છે..ઘણું બધું જતું કરવું પડે છે..પરિવાર ની આબરૂ માટે ઘસાઈ જવું પડે.. તમારા મોટા ભાઈ ઉપર વિશ્વાશ અને માન મને એટલે છે..કે..તમારી મા મરી ગઈ પછી હું તો માનસિક તૂટી ગયો હતો, આ તારા મોટા ભાઈ ના સપોર્ટ .અને .લાગણી થી પરીવાર અને બિઝનેસ ટકી રહ્યો... આ તારી મોટી ભાભી પણ પરણી ને આવી ત્યરે ઘર મા કોઇ લેડીઝ નહતું...તમને બધા ને માઁ ની જેમ પ્રેમ આપી...અંધારા ઘર મા રોશની ફેલાવી હતી... બેટા એકવાત સમજી લેજો..આદર અને માન મેળવા ઘસાઈ જવું પડે છે...તમારી ઈચ્છાઓ ને દબાઈ દેવી પડે છે...મારી મુશ્કેલી મા ખભે હાથ મૂકી ને ચાલ્યો છે...તારો મોટો ભાઈ... હું એકલો છું..તેવું..તેને મને કદી એહસાસ પણ લેવા દિધો..નથી આરોપો લગાવતા પહેલા સત્ય ની સમજતા શીખો.... બાકી યાદ રાખજો..મન મોતી અને કાચ એક વાર તૂટે પછી..તિરાડ તો રહેજ.. અમે બધા સરમ સાથે રૂમ ની બહાર નીકળી ગયા... સવારે મોટા ભાઈ ભાભી ની માફી માંગવા તેમ ના રૂમ મા અમે ગયા તો ત્યાં મોટા ભાઈ ભાભી નહતા...પાપા ને પુછુયું... તો પાપા એ કીધું... થોડો વખત માટે તેઓ જાત્રા એ ગયા છે...અને કેહતા ગયા છે...હવે હું બિઝનેસ કે પરિવાર ને ચલવવા માટે અસમર્થ છુ મારા તમામ હક્ક હું ઘર અને બિઝનેશ ના જતા કરું છું...સાથે બિઝનેસ માંથી હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઉં છું.....મારી ફરજ માથી કદી નિવૃત નહીં થાવ તેમ મારા નાના ભાઈઓ ને મારા તરફ થી કહી દેજો પાપા એ મોટા ભાઈ નો પત્ર અમારા હાથ મા મુક્યો.. અને બોલ્યા ..હવે.. તમે બધા મુક્ત છો...બિઝનેસ ચલાવો.. કે બંધ કરવો... એ તમારો અંતિમ નિર્ણય ...ગણાશે પપ્પા બોલ્યા મારો નિર્ણય પણ અંતિમ સાંભળી લ્યો હવે... તૂટેલા મન અને હૃદય થી સાથે કદી રહી નહીં શકાય... મારી મિલકત ના ચાર ભાગ હું કરું છું...હવે તમે બધા અલગ થઈ...પોતાની જીંદગી પોતાની રીતે જીવી શકો છો... આજે ડાઇનિંગ ટેબલ ની ખુરશી પર ભીની આંખે બેઠો બેઠો ગુમાવેલ સમય અને વ્યક્તિઓ ને હું શોધી રહયો હતો.. મિત્રો.. સતી પાનબાઈ ના ભજન માં....આવે છે.... "શબ્દ વિચારી બોલીએ...મન રાખી ધારણ ધીર....પાછા ફરતા નથી કદી કમાને થી છૂટેલા તિર... #📋 બાળ વાર્તા
સંપૂર્ણ જુઓ
959 એ જોયું
3 દિવસ પહેલા
#

📋 બાળ વાર્તા

એક ઈડલી વાળો હતો. જયારે પણ ઈડલી ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ઈડલી ની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ. એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ. નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો. મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી? અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે. એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ. તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન. તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય. 👌👌👌 આ કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે. #📋 બાળ વાર્તા
9.5k એ જોયું
3 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post