#💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #સુરત #અમે સુરતી સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે વિકાસ કાર્યમાં ભ્રષ્ટાચારની આશંકાએ ચકચાર મચાવી છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી 11 લાખ લિટર ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ટાંકીમાં અંદાજે 9 લાખ લિટર પાણી ભરતાં જ માળખું ધરાશાયી થયું હતું, જેના કારણે કામકાજમાં લાગેલા ત્રણ મજૂરોને ઇજા પહોંચી છે. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો, જ્યારે નવી ટાંકીની ગુણવત્તા અને કામની દેખરેખ અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં તંત્ર દોડતું થયું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
#Surat #Tadkeshwar #Areth #WaterTank #Infrastrure
Surat District | Areth Taluka | Tadkeshwar Village | Water Tank | Capacity 11 Lakh Liter | Tank Collapse | Injured Workers | Testing Phase