#અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો ઉધના પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ દરોડા દરમ્યાન આરોપી હરીશભાઈ રૂગનાથવાલાને ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી વોટ્સએપ મારફતે ગ્રાહકોને મહિલાઓના ફોટા મોકલી કમિશન મેળવી દેહવ્યાપારનું સંગઠિત નેટવર્ક ચલાવતો હતો.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ.2,79,600 રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન રેકેટમાં સંડોવાયેલા સાગર ભૂપેન્દ્ર માવાપુરીને પણ સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.
#Surat #Udhna #PoliceAction #Crime #IllegalActivity
Surat | Udhna | Prostitution Racket | Residential House | WhatsApp Network | Cash Seized | Mobile Phone | Police Raid