ShareChat
click to see wallet page

#📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #અમે સુરતી સુરત શહેરના પોશ વિસ્તાર સિટીલાઇટમાં આવેલા સિદ્ધાર્થ રેસીડેન્સીમાં ભીષણ આગની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સિદ્ધાર્થ રેસીડેન્સીના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા દેખાતા જ રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં મજુરા, વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની કુલ 6 ફાયર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટી હોનારત ટળી હતી, જોકે આગમાં ફ્લેટની ઘરવખરી તેમજ કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફેલાઈ હતી. સદનસીબે આગ લાગી તે સમયે ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. #Surat #Citylight #FireIncident #FireBrigade #BreakingNews Ame Surati | Citylight | Siddharth Residency | Flat Fire | Fire Brigade | Short Circuit | Property Damage

26.8K ने देखा
3 दिन पहले