ShareChat
click to see wallet page

#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #સુરત સુરતના સહારા દરવાજા વિસ્તારમાં બ્રિજના કામ દરમિયાન પાણીની મુખ્ય પાઈપલાઇન તૂટી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. પાઈપલાઈનમાં તિરાડ પડતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયાં, જેના કારણે રોડ પર પાણી ભરાઈ ગયું અને વાહનચાલકોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટ્રાફિક ધીમું પડી જતાં સહારા દરવાજા બ્રિજ પર આશરે 2 કિમી લાંબો ટ્રાફિક જામ લાગ્યો. સ્થિતિ કાબૂમાં લેવા તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને રોડ પરથી પાણી કાઢવા 5 હાઇ-પાવર પંપ મૂકી નિકાલ શરૂ કર્યો. હાલ સંબંધિત વિભાગ દ્વારા મરામત કામગીરી હાથ ધરાઈ છે અને પાણી પુરવઠા તેમજ ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવવાના પ્રયત્નો ચાલુ છે. #Surat #WaterPipelineBreak #TrafficJam #SaharaDarwaja #SuratCityNews Sahara Darwaja Bridge | Water Pipeline Break | Drainage Pumps | Road Waterlogging

1.9K ने देखा
24 दिन पहले