તારી હથેળીમાં મહેંદીનો જે આ અવસર જાગ્યો છે,
મને લાગે છે કે મારો જ કોઈ અંશ ભાગ્યો છે.
પૂછવું તો ઘણું છે પણ હોઠ પર આ મૌન બેઠું છે,
કહે, આ માંડવો તારા હ્રદયને ક્યાંથી તાગ્યો છે?
ખબર છે શરણાઈના સૂરોમાં તારું સ્મિત ક્યાંક ખોવાયું,
બાકી ક્યારેય મારી ગઝલનો રાગ તને કડવો લાગ્યો છે?
તેં ઓઢી છે જે ચુંદડી એના લાલ ચટક રંગમાં,
જોજે ક્યાંય મારા લોહીનો ડાઘ લાગ્યો છે?
હવે તો ' માધવ ' #💔 પ્રેમનું દર્દ મારી પાંપણે પણ ભીનાશ છે જોઈ,
નક્કી તારા હસવા પાછળ કોઈ ડૂસકો જાગ્યો છે.
*-કમલેશ ચાવડા*