#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત #📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 પલસાણાના માખીગા ગામે આવેલી શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલ કંપનીમાં આગ લાગતા ત્યાં ઉભું કેમિકલ ભરેલું ટેન્કર પણ આગની ચપેટમાં આવી ગયું હતું, જ્યારે કંપનીમાં રહેલો એક ટેમ્પો પણ બળીને ખાખ થઈ ગયો હતો. આગની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી અને બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતના વિસ્તારોમાંથી 10થી વધુ ફાયર ફાઈટર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા સતત ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કેમિકલનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી, પરંતુ લાંબી મહેનત બાદ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનામાં જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી અને આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #palsana #makhiga #chemical #fire