#સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરતના ખટોદરા વિસ્તારમાં ખટોદરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર BMW કાર દ્વારા રિક્ષાને ટક્કર મારવાની ગંભીર ઘટના સામે આવી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ 100થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી BMW કારએ રિક્ષાને અડફેટે લેતાં રિક્ષાચાલક રોડ પર ફંગોળાઈ ગયો હતો.
અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને લઈને વિસ્તારમાં રોષ જોવા મળ્યો છે.
આ ઘટનામાં રિક્ષાચાલક નીતિન પાટીલ (ઉ.વ. 31)ને માથા અને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
#Surat #Khatodara #RoadAccident #HitAndRun #PoliceAction
Surat | Khatodara | BMW Car | Rickshaw Accident | Hit And Run | Civil Hospital | Police Investigation