#💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર સાપુતારા ઘાટમાં BSFના વાહનને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.
ઘાટના કપરા વળાંકો પરથી ઉતરતી વખતે તોપ લઈ જતી BSFની ટ્રકનું સ્ટીયરિંગ પરથી કાબૂ છૂટતાં વાહન પલ્ટી ગયું હતું.
અકસ્માતમાં BSFના ત્રણ જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સામગહાન સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ BSFના જવાનો મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર બોર્ડર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
ઘટનાને પગલે થોડા સમય માટે ઘાટ માર્ગ પર અવરજવર પ્રભાવિત થઈ હતી અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ સંભાળવામાં આવી હતી.
#Surat #Saputara #BSF #RoadAccident #IndianArmy
Saputara Ghat | BSF Truck | Road Accident | Injured Soldiers | Government Hospital | Nashik | Jodhpur Border