#📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ અમરોલીમાં ચાલી રહેલી સીટી બસમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. બસમાં તે સમયે લગભગ 15–20 મુસાફરો સવાર હતા, જેમણે સમયસૂચકતા દાખવી બસમાંથી ઉતરીને પોતાનો જીવ બચાવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ બસ સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
#Surat #Amroli #CityBusFire #FireBrigade #BreakingNews
Amroli bus fire | city bus blaze | passengers escaped | no casualties | fire brigade response | bus burnt completely