ShareChat
click to see wallet page

અમદાવાદ (Ahmedabad) શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા ગોતા બ્રિજ (Gota Bridge) પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક AMTS બસ (AMTS bus) ના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પર જઈ રહેલા ત્રણ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક સ્કૂલ વાન પણ અડફેટે આવી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ખાસ કરીને સ્કૂલ વાન સાથે બસ અથડાતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ અકસ્માતમાં અંદાજે 5 થી 6 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બેફામ બસ ચલાવતા ડ્રાઈવર પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને બસ ચાલકને પકડી પાડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો.AMTS બસ અકસ્માતની ઘટનાની સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે, પુરપાટ ઝડપે આવી રહેલી એક AMTS બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પર જઈ રહેલા ત્રણ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક સ્કૂલ વાન પણ અડફેટે આવી જાય છે. #અમદાવાદ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #😨માર્ગ-અકસ્માતના ખતરનાક વીડિયો #📽 CCTV વીડિયો

2.2K ने देखा