ShareChat
click to see wallet page

#સુરત સમાચાર #સુરત #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને દુકાનો ઉભી કરી ભાડે આપવાના મામલે સુરતના અઠવા વિસ્તારમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાનપુરા વિસ્તારમાં સજ્જુ કોઠારી ગેંગ દ્વારા કરવામાં આવેલા દબાણની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી, જેમાં ગેંગના સાગરીત વલ્લી સૈયદ દ્વારા સરકારી જમીન પર પાકુ બાંધકામ કરી 15થી વધુ દુકાનો તાણી દેવાઈ હોવાનું સામે આવ્યું હતું. આ દુકાનો ભાડે આપીને ગેરકાયદે આવક મેળવી રહ્યા હોવાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અઠવા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર હાજર રહી તમામ ગેરકાયદેસર દુકાનો ખાલી કરાવી હતી અને સરકારી જમીન પર કરાયેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરકાયદે ઉભી કરાયેલી તમામ દુકાનોનું ડિમોલિશન કરવામાં આવશે અને દબાણકારો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. #Surat #Athwa #PoliceAction #Encroachment #Nanpura Surat | Athwa | Sajju Kothari Gang | Illegal Encroachment | Government Land | Shop Demolition | Police Operation

577 ने देखा
21 घंटे पहले