ShareChat
click to see wallet page

#😲ભયાનક ટ્રેન અકસ્માત, 22ના મોત, 40 ઘાયલ🚆 ,થાઇલેન્ડમાં પુરપાટ ઝડપે દોડતી પેસેન્જર ટ્રેન પર રેલવે પુલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન પડી હતી. ક્રેન આશરે 65 ફૂટની ઊંચાઈ પરથી ટ્રેન પર પડી, જેના કારણે અનેક ડબ્બાઓને ભારે નુકસાન થયું.આ દુર્ઘટના બુધવારે સવારે લગભગ 9:05 વાગ્યે બેંગકોકથી 230 કિલોમીટર (143 માઇલ) ઉત્તર-પૂર્વમાં આવેલા નાખોન રત્ચાસિમા પ્રાંતમાં થઈ. બીબીસી મુજબ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. જ્યારે, 80 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્માત સમયે ટ્રેનમાં 195 લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના મુસાફરો સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. અહેવાલો દર્શાવે છે કે ક્રેન તૂટી પડવાને કારણે ડ્રાઇવરને બ્રેક મારવાનો સમય જ ન મળ્યો. ટક્કર બાદ ક્રેનનો કાટમાળ કોચ પર પડ્યો, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા. કોચ પાટા પરથી ઉતરતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. અધિકારીઓ અનુસાર કોચમાં મોટાભાગના મુસાફરો શાળાના વિદ્યાર્થીઓ હતા. ઘણા મુસાફરો ડબ્બાઓમાં ફસાયેલા હતા, જેમને કટિંગ અને સ્પ્રેડિંગ સાધનોની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. #આજના સમાચાર #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ

291 ने देखा
18 घंटे पहले