ShareChat
click to see wallet page

#💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ગઈકાલે એક ચાલતી લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ચકચારજનક ઘટના સામે આવી છે. ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી અંદાજે 60 લાખ રૂપિયાની કિયા કાર્નિવલ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ ડ્રાઈવર તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એક્ટિંગ્યુશર વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ મજુરા અને ઉધના ફાયર સ્ટેશનની ટીમે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ભીષણ આગમાં લક્ઝુરિયસ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સળગીને ખાખ થયેલી કાર સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ ની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કાર શોરૂમમાં સર્વિસ બાદ કંપનીના કર્મચારી દ્વારા લઈ જવામાં આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી, જોકે પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. #Surat #Khatodara #CarFire #FireBrigade #LavjiBadshah Surat | Khatodara | Kia Carnival | Luxury Car Fire | Fire Department | Short Circuit | Lavji Badshah

4.1K ने देखा