#🪷અમદાવાદમાં ભવ્ય ફ્લાવર શો,મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14માં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો2026 એ આ વર્ષે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી છે. "ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં વર્ષ 2026માં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી છે, જે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. આ વર્ષે ફ્લાવર શોમાં બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો છે.
#2 જાન્યુઆરી #અમદાવાદ #આજના સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ