#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત #📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 કાદરશાહની નાળ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ઓવરફ્લો થવાથી ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. શિયાળાના સમયમાં પણ અહીં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આસપાસની સોસાયટીઓનું પાણી એકઠું થતા ગટર લાઈન ઉભરાઈ ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગટરના પાણી રસ્તા પર ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધ અને ગંદકીના કારણે આરોગ્ય જોખમ પણ ઊભું થયું છે, ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #kadarshah_ni_naal #waterlogged #gutter #drainage #winter #monsoon