મારી પાસે સપના છે પણ ઊંઘ ખોવાઈ ગઈ છે,
મારી પાસે તારી યાદ છે પણ તું ખોવાઈ ગઈ છે.
હાસ્ય ઉધાર લઈ જીવું છું દુનિયા સામે,
દિલની ખુશી ક્યાંક રસ્તામાં ખોવાઈ ગઈ છે.
હાથમાં હાથ લઈ જે વચનો લખ્યા હતા કદી,
એ કાગળ પર જ રહી ગયા, કિસ્મત ખોવાઈ ગઈ છે.
તું હવે કોઈ બીજાની સવાર બની ગઈ હશે,
મારી તો દરેક રાત તારામાં ખોવાઈ ગઈ છે.
સમય કહે છે આગળ વધ, ભૂતકાળ છોડી દે,
પણ સમયને શું ખબર, મારી ઓળખ ખોવાઈ ગઈ છે.
“માધવ” હવે ફરિયાદ પણ કોને કરે,
જે પોતાની હતી એ જ વાત ખોવાઈ ગઈ છે.
Miss you 🥺 pookie 🫰🏻✨
#💔 પ્રેમનું દર્દ #😢 Miss you #😥દર્દ ભરેલા ગીતો #😇 તારી યાદો #🤣 વાહ રે જીંદગી 😥