#📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત સુરતના ભાજપ નેતા અને PAAS આગેવાન અલ્પેશ કથિરીયા સામે મારામારીના ગંભીર આરોપોને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. સમગ્ર મામલે PAAS આગેવાન ધાર્મિક માલવિયાએ મોટું નિવેદન આપતાં સ્પષ્ટ કહ્યું છે કે અલ્પેશ કથિરીયાને જાણી જોઈને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ એક ટોળકી પતંગ ખરીદવાના બહાને આવી હતી અને પૂર્વ આયોજન મુજબ ખોટી રીતે કાવતરું રચી બબાલ ઊભી કરવામાં આવી હતી. ધાર્મિક માલવિયાએ આ સમગ્ર ઘટનાને રાજકીય દુર્ભાવનાથી પ્રેરિત ગણાવી છે અને સત્ય બહાર આવશે તેવી વાત કરી છે. મામલે પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે બંને પક્ષના નિવેદનોને લઈ ચર્ચા તેજ બની છે.
#Surat #Politics #Patidar #Controversy #Gujarat
Alpesh Kathiriya | PAAS Leader | Dharmik Malviya | Assault Allegation | Political Controversy | Kite Buying Dispute | Surat Politics