ShareChat
click to see wallet page

#📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ સુરત જિલ્લાના લસકાણા વિસ્તારમાં કાયદા વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા જનક સ્થિતિ સામે આવી છે, જ્યાં ડાયમંડ નગરમાં આવેલા પાલિકાના પ્લોટમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જાહેરમાં શાકભાજી વેચાય તે રીતે પાથરણા પર દારૂ વેચાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસામાન્ય સ્થિતિ સર્જાઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂનો અડ્ડો પોલીસ ચોકીથી માત્ર અંદાજે 200 મીટરના અંતરે હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને લસકાણા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. અડ્ડા આસપાસ ખાલી દારૂની પોટલીઓ મોટી સંખ્યામાં પડેલી જોવા મળતા આ વિસ્તારમાં નિયમિત રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અડ્ડાને લઈને અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે, છતાં કોઈ પગલા ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. #Surat #Laskana #DiamondNagar #IllegalLiquor #DesiDaru Laskana | Diamond Nagar | Illegal Liquor Sale | Municipal Plot | Police Chowki | Bootlegger | Local Complaint | CMO | Live Video | Ame Surati

220 ने देखा
1 दिन पहले