ShareChat
click to see wallet page

#📢2 નવેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત શહેરના કોસાડ અને સાયણ-ઓલપાડ રોડ પર આવેલા પાવરલૂમ ઉદ્યોગમાં અસામાજિક તત્વોનો આતંક ફેલાયો છે. અસામાજિક તત્વોએ આ વિસ્તારના 30 થી 35 જેટલા પાવરલૂમ યુનિટોને નિશાન બનાવીને તેમને બાનમાં લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અસામાજિક તત્વોએ યુનિટોની બહાર પહોંચીને ત્યાં ચાલતું કામકાજ બંધ કરાવવા માટે સભ્યોને દબાણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાની ગંભીરતા એ છે કે, આ લુખ્ખાગીરીની પ્રવૃત્તિઓ CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. પોતાનું વર્ચસ્વ અને ધાક જમાવવા માટે આ તત્વોએ સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પોસ્ટરો પણ વાયરલ કર્યા છે. ખાસ કરીને જે વિસ્તારોમાં ઓરિસ્સાના કારીગરો મોટા પ્રમાણમાં કામ કરે છે, તે વિસ્તારોમાં ઓડિયા ભાષામાં હાથ-પગ ભાંગી દેવાની અને મર્ડરની ધમકીઓ આપવામાં આવી રહી છે, જેણે સમગ્ર ઉદ્યોગમાં ભયનો માહોલ પેદા કર્યો છે. આ ગંભીર બાબતે સુરત વિવર્સ એસોસિએશનના પ્રમુખ વિજયભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ ઘટનાક્રમથી પાવરલૂમ ઉદ્યોગના વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #kosad #olpad #sayan #powerloom #odisha #odia #labour #worker #employee #orissa #weaversassosiation

1K ने देखा
11 दिन पहले