#🚌મહિલાઓ માટે ખાસ પિંક બસ #📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર સુરતમાં આજથી મહિલાઓ માટે ખાસ પિંક બસ દોડાવવામાં આવશે ગુજરાતમાં સુરતની પ્રથમ BRTS બસ મહિલા ચલાવશે. મહિલા ડ્રાઈવરની શોધ ગત 20 મહિનાથી કરવામાં આવી રહી હતી. જે બાદ આ મહિલા ડ્રાઈવર મળ્યા છે. ONGC કોલોનીથી સરથાણા નેચરપાર્ક સુધી આ પિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે.
પિંક બસના ડ્રાઈવરને ઇન્દોરથી ખાસ બોલાવવામાં આવ્યા છે. ઈન્દોરના નિશા શર્મા ગુજરાતના પહેલા મહિલા બસ ડ્રાઈવર બન્યા છે. નિશા શર્મા ઇન્દોરમાં 4 વર્ષથી BRTS બસ ચલાવી રહ્યા છે. નિશા શર્માને જોઈ સુરતની મહિલાઓને પ્રેરણા મળશે. પિંક બસ માત્ર મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે, જેને મહિલા ડ્રાઇવર જ ચલાવશે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #pinkbus #ladydriver #femaledriver #womenempowerment #smc #indore #suratmunicipalcorporation #citylink #brts #ongc #sarthana