#🧨રાત્રે 10 સુધી જ ફુટશે ફટાકડા🎇 #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ, સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના આદેશોનું કડકપણે પાલન કરવા અને પર્યાવરણના હિતમાં ધ્વનિ પ્રદૂષણ અને હવાની ગુણવત્તા જાળવવા માટે કેટલાંક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ આદેશોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર કડક નિયંત્રણો લાગુ કરવામાં આવશે. ખાસ કરીને, તા. ૦૧.૧૦.૨૦૨૫ થી તા. ૩૧.૧૦.૨૦૨૫ સુધી લાયસન્સ વગરના ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સદંતર બંધ રાખવો, તેમજ લાયસન્સવાળા વેપારીઓએ પણ કોર્ટના આદેશોનું પાલન કરવું ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા માત્ર પરમિસિબલ લિમિટની અંદરના ગ્રીન ક્રેકર્સ (Green Crackers) ના ઉત્પાદન અને વેચાણની જ મંજૂરી આપવામાં આવી છે, અને અન્ય તમામ પરંપરાગત ફટાકડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં, રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડવાની છૂટ રહેશે, જ્યારે ક્રિસમસ અને નવા વર્ષના દિવસે રાત્રે ૧૧:૫૫ થી ૧૨:૩૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેમાં પોલીસ અધિકારીઓને નિયમોનું અસરકારક પાલન કરવા અને જોગવાઈઓનું ભંગ કરનાર સામે પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે. પ્રદૂષણ મુક્ત અને સુરક્ષિત ઉત્સવ ઉજવવા માટે નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
#greencrackers #gujarat #polutionfreediwali #NGT #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #diwali #firecrackers