Sanjay ᗪesai (ZEE 24 કલાક)
16.2K views
14 days ago
#⛄ઠંડીમાં ઠુઠવાયું ગુજરાત, દેશના મોટાભાગના ભાગોમાં ઠંડીનું મોજું અને ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે, જેના કારણે સવારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે બીજી એક ચિંતાજનક ચેતવણી જારી કરી છે. તીવ્ર ઠંડીના મોજા વચ્ચે, ત્રણ ઉત્તર ભારતના રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમય દરમિયાન લોકોએ સાવધ રહેવાની જરૂર છે. વધુમાં, 15 શહેરોમાં પણ તીવ્ર ઠંડીનું મોજું વધુ તીવ્ર બનશે. ગુજરાતમાં સતત બે દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે. હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું છે. 7 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આ ઉપરાંત કેશોદમાં 10.4 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નીચે આપેલા કોષ્ટકમાં આપેલા રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ છે એ આપવામાં આવી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની અપેક્ષા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ પડશે. કાશ્મીરના ડોડા, બડગામ અને શોપિયાના ઊંચા પહાડી વિસ્તારોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના ચંબા, રોહતાંગ, કિન્નૌર અને મનાલીના ઊંચા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. તમિલનાડુમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. માછીમારોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🥶 શિયાળાની સવાર #🌦️ હવામાન અપડેટ્સ