🌦️ હવામાન અપડેટ્સ
9K Posts • 42M views
♘ᗪu͟s͟h͟y͟a͟n͟t͟༆
5K views 1 months ago
#😍વેલકમ 2026🎊 #🌦️ હવામાન અપડેટ્સ #😍ન્યુ યર Coming Soon⌛ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 #🔥 બિગ અપડેટ્સ માવઠા સાથે થશે 2026 ની શરૂઆત! અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ
53 likes
47 shares
#⛈️આ વિસ્તારોમાં માવઠાંનું સંકટ, હવામાન વિભાગે વર્ષ 2025ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં બે દિવસ તાપમાન ઘટવાની આગાહી પણ આપવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક એટલે કે એક વાગ્યા સુધીમાં રાજ્યના કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી ઘુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું અને પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો હતો.આ જિલ્લાઓમાં છૂટાછવાયો હળવો વરસાદ પડવાની સંભાવના આ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ, સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.અમદાવાદમાં 15.3 ડિગ્રી ઠંડીનું તાપમાન નોંધાયું તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 15.3 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ બરોડામાં 15.4 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 16 ડીગ્રી સેલ્સિયસ ડીસામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 20.5 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 17.3 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 20.7 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ વેરાવળમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. #🌦️ હવામાન અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #આજના સમાચાર
34 likes
23 shares