#😱સુરત કોર્ટને ઉડાવી દેવાની ધમકી#🗞️ ગુજરાત અપડેટ્સ#📖 તાજા સમાચાર🗞#🔥 બિગ અપડેટ્સ#📢 લેટેસ્ટ અપડેટ્સ@♥️⃟Čhaki T≛⃝✨🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
ગુજરાત હાઇકોર્ટ સહિત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી; ડૉગ-બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP અજિત રાજિયનના જણાવ્યા મુજબ, ગઈકાલથી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. અત્યારે અમારી ટીમ આ અંગે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ પ્રકારની ધમકીના ઈ-મેલ ભારત બહારથી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના મેલ કરીને પેનિક સર્જવાનો પ્રયાસ કરાતો હોવાનું લાગી રહ્યું છે. આ દિશામાં અમારી ટીમ દ્વારા તપાસ ચાલુ છે.ગઈકાલે જ એટલે કે 5 જાન્યુઆરીએ અમદાવાદની ગ્રામ્ય કોર્ટ(ઇન્કમટેક્સ પાસે)ને પણ આ જ પ્રકારે ઈ-મેલ દ્વારા ધમકી મળી હતી. અમદાવાદમાં પણ નવરંગપુરા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સતત બીજા દિવસે બીજી મોટી કોર્ટને ધમકી મળતાં રાજ્યની સુરક્ષા એજન્સીઓ હવે આ મેલ મોકલનારના મૂળ સુધી પહોંચવા સાયબર ક્રાઇમની મદદ લઈ રહી છે.