#✅ગોવિંદા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
ગોવિંદાને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ, બહાર નીકળીને ફેન્સ સાથે કરી વાતચીત
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગોવિંદાએ મીડિયા સાથે વાત કરી અને પોતાનું સ્વાસ્થ્ય અપડેટ આપ્યું. અભિનેતાએ કહ્યું કે, 'સારો છું. વધુ પડતા જિમિંગ કરી લીધુ હોવાથી થાક લાગી ગયો. યોગ પ્રાણાયામ સારું છે. હેવી એક્સરસાઇઝ કરીએ છીએ, તે થોડું મુશ્કેલ છે. હું કોશિશ કરી રહ્યો છું કે પર્સનાલિટી વધારે સારી થઈ જાય, પણ મને લાગે છે કે યોગ પ્રાણાયામ કરીએ તે જ સારું છે.'નોંધનીય છે કે, ઘરે બેભાન થઈ ગયા બાદ ગોવિંદાને રાત્રે 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ અપડેટ મુજબ, અભિનેતાની તબિયત સારી છે અને તે ડૉકટરોની દેખરેખ હેઠળ છે. એવું જાણવા મળ્યું છે કે અભિનેતાના અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.