ઈથોપિયાના જ્વાળામુખીની ગુજરાતમાં ભયંકર અસર! આ શહેરોની હવા બની ઝેરી, AQI 300ને પાર!
Ahmdabad Air Quality Index: ગુજરાતના મુખ્ય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તા (Air Quality Index - AQI) ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને ભરૂચ સહિતના મહાનગરોમાં AQI લેવલ 200 થી 300 પોઈન્ટની વચ્ચે નોંધાયું છે, જે ખરાબ કે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. આ ઝેરી હવાના કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો ઊભો થયો છે.