#📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી Surat News | પાલ વિસ્તારમાં દેહવ્યાપારનો પર્દાફાશ
સુરતના પાલ નક્ષત્ર એમ્બેસી રોડ પર આવેલા શેવિયોન શોપિંગ સેન્ટરમાં સ્થિત રોયલ પેરેડાઈઝ હોટલમાં દેહવ્યાપાર ચાલી રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે હોટલના ચોથા માળે દુકાનોમાં પાર્ટીશન કરી ગેરકાયદેસર રૂમો બનાવવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી કુટણખાનું ચલાવવામાં આવતું હતું. બાતમીના આધારે પોલીસએ દરોડો પાડી 25 થી 30 વર્ષની વયની ત્રણ યુવતીઓ અને એક કિશોરને મુક્ત કરાવ્યા હતા. આ કેસમાં હોટલ મેનેજર પ્રેમ યશવંત વસાવા (રહે. ઉભારિયા ગામ, સાગબારા, જી.નર્મદા)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દલાલ રાજુ ઉર્ફે રોકી તેમજ હોટલ માલિક વિનય જરીવાલા અને કલ્પેશ રાણા હજુ ફરાર હોઈ તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસ અનુસાર દલાલ રાજુ ઉર્ફે રોકી દિલ્હીમાંથી હાઈપ્રોફાઈલ યુવતીઓને સુરત લાવી દેહવ્યાપારમાં ધકેલતો હતો. ગ્રાહક પાસેથી સમય અને માંગ મુજબ રૂ. 6,000 થી લઈને રૂ. 36,000 સુધીની રકમ વસૂલવામાં આવતી હતી, જેમાંથી અડધી રકમ દલાલને આપવામાં આવતી હતી. દલાલ દ્વારા ગ્રાહકોને વોટ્સએપ પર યુવતીઓના ફોટા મોકલવામાં આવતાં અને પસંદગી થયા બાદ ડીલ ફાઈનલ કરવામાં આવતી હતી. ગ્રાહકને હોટલમાં બોલાવવાનું હોય ત્યારે તેને ‘ઇન-કોલ’ અને ગ્રાહકના સ્થળે યુવતી મોકલવાની હોય ત્યારે ‘આઉટ-કોલ’ તરીકે ઓળખાવવામાં આવતું હતું. સ્થળ નક્કી થયા બાદ દલાલ યુવતીને ત્યાં મૂકી આવતો અને બાદમાં તેને પાછી લઇ જતો હતો. આ સમગ્ર રેકેટ અંગે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #pal #hotel #royal #paradise #girls
00:26
