ShareChat
click to see wallet page
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર દુકાનદારની માનવતાની પ્રશંસા સાથે રાંદેર પોલીસની સરાહનીય કામગીરી 🙏❤️ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે કાર્યરત દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલ (ઉંમર 46) સાથે બનેલો એક માનવતાનો કિસ્સો હૃદયસ્પર્શી ઉદાહરણ બની રહ્યો છે. હાલમાં જ દક્ષેશકુમાર તેમના મિત્રના ઘરે સુમન વંદન, જહાંગીરપુરા વિસ્તારમાં ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતા દરમિયાન રામનગર ચાર રસ્તા નજીક તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. ગભરાટની સ્થિતિમાં તેઓ નજીકના દવાખાને તપાસ માટે ગયા હતાં, પરંતુ આ દરમિયાન મોટરસાયકલ ક્યાં પાર્ક કરી હતી તે તેમની યાદશક્તિમાંથી નીકળી ગયું હતું, જેથી તેઓ સીધા ઘરે પાછા ફર્યા. થોડી વારમાં રાંદેર વિસ્તારમાં રામનગર પાસે એક પાનની દુકાન ચલાવતા દુકાનદારને લાવારીસ બાઇક અને તેની સાથે રહેલા સામાનની જાણ થઈ હતી જેની ખબર રાંદેર પોલીસને આપતાં સ્થળ પર જઈ બાઇક અને સામાનની તપાસ કરતાં અંદર રાખેલી કપડાની થેલી મળી જેમાંથી રૂ. 2,69,000 રોકડ રકમ તેમજ 4 જોડી કપડાં મળ્યાં. પોલીસે લોકલ લોકોની મદદથી માલિકનું સરનામું શોધી કાઢ્યું અને આજે રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા દક્ષેશકુમાર પટેલને તેમની મોટરસાયકલ તથા થેલીમાં રહેલી પૂરી રકમ સત્વરે પરત સોંપવામાં આવી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે — “સુરત માત્ર સ્માર્ટ સિટી નથી… એ સદભાવ, માનવતા અને ઈમાનદારીનો સંગમ છે.” #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #rander #ramnagar #pan #bike #cash #police #humanity
📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
01:01

More like this