#📢3 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર એસીપી નીરવ ગોહિલએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે 2 ઓક્ટોબર 2025ના રોજ ડીંડોલી પોલીસ મથકમાં ક્રિમીનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તારીખ 29 સપ્ટેમ્બર 2025ના રોજ માલવાહક ટ્રેન વડોદરાથી મુંબઈ તરફ જઈ રહી હતી અને ઉધના ક્રોસ કરીને ભેસ્તાન તરફ જઈ રહી હતી.
ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પસાર થઇ રહી હતી ત્યારે રાતે પોણા નવેક વાગ્યાની આસપાસ અવાજ આવ્યો હતો. જેથી પાયલોટએ ટ્રેન ઉભી રાખી હતી અને ચેક કર્યું ત્યારે લોખંડની પ્લેટ તે ટ્રેનના આગળના ભાગે અથડાઈ હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું ના હતું અને ટ્રેનને કોઈ નુકશાન થયું ન હતું અને કોઈ જાનહાની પણ થઇ ન હતી. પાયલોટ દ્વારા સીનીયર ઓફિસરને જાણ કરી હતી અને સિવિલ એન્જીનીયર દ્વારા ફરિયાદ જાહેર કરી હતી અને ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે હાલ ગુનાનો ભેદ ઉકેલાયો નથી, કોણે ક્યાં આશયથી પાટા ઉપર આ વસ્તુ મૂકી હતી તે હજુ ક્લીયર થયું નથી, આ મામલે હાલ તપાસ ચાલુ છે. લોખંડની જે ચેનલ મુકવામાં આવી હતી તેની લંબાઈ આશરે 7 ફૂટની હાલ તપાસ દરમ્યાન જણાય આવે છે. હાલ ગુનો અનડીટેકટ છે એટલે કોઈ વ્યક્તિએ મૂકી છે કે શરતચૂકથી ત્યાં રહી ગઇ છે તે બાબતે હજુ ક્લીયરીટી નથી તેમ છતાં આ જે બનાવ બન્યો છે તે અનુસંધાને ગુનો દાખલ થયો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તપાસ બાદ વધુ હક્કિત સામે આવી શકશે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #irctc #maalgadi #goodstrain #dindoli #surat #railway #track #udhna #bhestan #vadodara #mumbai
