🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક મહા અદ્ભુત ચરિત્રની વાર્તા રામપ્રતાપ દાદાની કહેલી છે તે તમોને કહું તે સાંભળો.
એક દિવસે સરયૂગંગામાં મહાજબરૂ પાણીનું પુર આવ્યું હતું. તેથી સ્વર્ગદ્વારી તણાવા માંડી. ત્યારે અયોધ્યાપુરીના રાજા દર્શનસિંહ સરયૂગંગાની પ્રદક્ષિણા કરીને મોળીયું અને શ્રીફળથી વધાવતા હતા, પરંતુ પાણી કાંઈ પાછું હઠ્યું નહી. ને વધારે જોર કરીને ચઢતું આવે. તે વખતે ઘણા ઉપાયો કર્યા પરંતુ પાણી જરાય હઠે નહિ, પછી તે રાજા આદિક સર્વે લોકો અકળાવા લાગ્યા. ત્યારે તે રાજાના ગોર પોતાના રાજા પ્રત્યે એમ બોલ્યા જે, હે રાજન્ ! આ સરયૂગંગાને પતિવ્રતા સ્ત્રી હોય ને તે વધાવે તો તત્કાળ પાણી પાછું હઠી જાય. તેવું સાંભળીને રાજા પોતાના શહેરમાં પતિવ્રતા સ્ત્રીની ખબર કઢાવતો હતો. પરંતુ કોઇ સ્ત્રીને પતિવ્રતાપણાની હીંમત ચાલી નહી. તે વાત જાણીને ભક્તિમાતા તથા સુવાસિનીબાઈ એ બન્ને ઘનશ્યામ મહારાજને સાથે લઈને રામઘાટ જઈ સુવાસિનીબાઇ પોતાના હાથમાં શ્રીફળ લઈને પાણીની સમીપે બેસીને ગંગાજી પ્રત્યે એમ બોલ્યાં જે, હે ગંગામાઇ ! મારું પતિવ્રતાપણું સાચું હોય તો આ પાણીનું પુર પાછું હઠી જાઓ. એમ કહીને શ્રીફળ પાણીમાં નાખીને બે હાથ જોડીને પગે લાગતાં હતાં કે તત્કાળ પાણી હડુડાટ કરીને પાછું હટી જતું હતું. તે મહા અદ્ભુત ચરિત્ર જોઇને અવધપુરીના જનો રાજા પાસે જઈને વધામણી આપતા હતા. જે આ છુપૈયાપુરથી આવેલા ધર્મદેવના મોટા પુત્ર રામપ્રતાપજીનાં પત્નિએ સરયૂને વધાવવાથી પાણી પાછું હઠ્યું. તે સાંભળીને રાજા ઘણા પ્રસન્ન થઇને સુવાસિની બાઇને પોતાના દરબારમાં પધરાવીને ઘણી પ્રશંસા કરીને પગે લાગીને ભારે વસ્ત્ર અલંકાર આપ્યાં, તે વાત ભક્તિમાતાએ ઘરે આવીને કહી, ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, એતો સાક્ષાત્ રેવતીજીનો અવતાર છે. માટે તેમાં કાંઈ નવાઈ નથી. આ સાંભળીને સર્વે વિસ્મય પામ્યાં.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર

