નજરું મહીં તોફાન જ્યારે ઉર તણા બહેક્યા કરે.
બે હોઠને ખૂણે પછી કંઈ સ્મિત રે મલક્યા કરે.
છે ખાનગી આ વાત તોયે લોક શે જાણે બધું?
શું રાત-દિન આ વાત કહેતો વાયરો ફરક્યા કરે?
રે! પાપણોની કેદમાં કંઈ કેદ અરમા દિલ તણા,
જ્યાં સામટાં ધરબ્યા દિલે એ રાઝ પણ ધબક્યા કરે.
એનાં જવાની વેદના તડપી રહી છે અંગને,
દિલદારને વિરહે હવે દિલ એકલું ભટક્યા કરે.
મનમાં રડી, હસતાં મુખે માણી રહો જ્વાલા અગન,
કે પ્રીત થઈ જો બહાવરી તો દર્દ પણ મહેક્યા કરે. #💘 પ્રેમ 💘 #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💔 પ્રેમનું દર્દ #💏 ક્યૂટ કપલ 😍 #💖 Dil Shayarana
