HARESH CHUDASAMA
ShareChat
click to see wallet page
@1864345505
1864345505
HARESH CHUDASAMA
@1864345505
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
હું તને પ્રેમ કરું છું, એમ કહું છું બસ, તને જ કરું છું, એમ કહું છું ! તારી ખુલ્લી છાતી પર ચીતર્યાં કરું રોજ આંગળીથી કેટલાય પંખી તારી અવેજીમાં તું જ હોય ઉપસ્થિત એવી કેટલીય સાંજોને ઝંખી ઇશ્વરને બદલે રોજ તારું ધ્યાન ધરું છું, એમ કહું છું ! તારા વિના મેં સન્નાટાઓને ઘૂંટડે-ઘૂંટડે પીધા તારા વિના મેં ધારણાંઓનાં દરવાજે દસ્તકો દીધા તારા વિના રોજ ટુકડે-ટુકડે મરું છું, એમ કહું છું ! બોલ, તું જો કહે તો છાતીની આડશે બનાવી દઉં એક માળો? બોલ, તું જો કહે તો માંડી દઉં આખરે તારો ને મારો સરવાળો? સાથે રહેવા તારી વહાલનાં હપ્તા રોજ ભરું છું, એમ કહું છું ! લાવ, તારી આંખો પર મૂકી હથેળીઓ સપનાંની કિસ્મતને બદલું લાવ, તારી વાતોમાં મૂકી ભરોસાઓ દાવ પર લગાવું હું સઘળું મનમાં તારી સાથે સાત ફેરા ફરું છું, એમ કહું છું ! એમ કહું છું કે તને પ્રેમ કરું છું તને, તને, બસ તને જ કરું છું ! #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #👌 બેસ્ટ ફ્રેન્ડ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ
💘 પ્રેમ 💘 - ShareChat
શબ્દો નથી રહ્યા મારી પાસે, પણ એહસાસો આજે પણ જીવંત છે… હું કંઈ કહી ન શકી તને, પણ દિલમાં તારી જ છબી સ્પષ્ટ છે… નજરો બોલી જાય છે મારી, મૌન પણ હવે સાક્ષી સમાન છે… તું સમજશે એ આશામાં જ, મારો પ્રેમ તારા માટે અપરિમિત છે… #👌 બેસ્ટ ફ્રેન્ડ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘
👌 બેસ્ટ ફ્રેન્ડ - ShareChat
બાકી બધું એમનું એમ છે ! દિલ સિવાય બધું હેમખેમ છે ! ધડકન વધી ગઈ છે ત્યારથી તેં પૂછ્યું જ્યારથી, ‘કેમ છે ‘? નીંદર ભૂલી ગઈ છે આંખનો રસ્તો શું તારું પણ મારી જેમ છે ? તું હવે જલ્દી સમજી જાય તો સારું આગલા જન્મનું આપણું લેણદેણ છે ! આમ લપાઈને ક્યાં સુધી જોઈશ ? કહી દે હવે તને થઈ ગયો પ્રેમ છે ! #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #👌 બેસ્ટ ફ્રેન્ડ
💘 પ્રેમ 💘 - ShareChat
ચાંદ... ઉગતા સૂરજ ની પહેલી કિરણ માં દેખાતો ચહેરો તારો... એ એ ચાંદ છે મારો... ભીડભાડ ની આ દુનિયા માં તારા નામ નો સિતારો... એ ચાંદ છે મારો... ધીરે ધીરે તપતા સૂરજ સાથે ભમરા નો એ વનવાસો... એ ચાંદ છે મારો... નદી ના ખળખળ વહેતા નીર ના અવાજ સમ નજારો... એ ચાંદ છે મારો... લાંબા લાંબા રસ્તા જેવો યાદોં નો સથવારો... એ ચાંદ છે મારો... થોડો બપોર જેવો ચાની ચુસ્કી નો એ પ્યાલો... એ ચાંદ છે મારો... ઢળતા સૂરજ ની સૌમ્યતા માં તારી આંખો નો એક ઈશારો... એ ચાંદ છે મારો... આસમાની ચાંદ પણ જોઈ જેને શરમાતો... એ ચાંદ છે મારો... #👌 બેસ્ટ ફ્રેન્ડ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘
👌 બેસ્ટ ફ્રેન્ડ - ShareChat
તું હા કહે તો હૃદય સ્પર્શી એક વાત કરૂ ? તું ડૂબી જા મુજમાં,હું તારા માં વાસ કરું. આજ એ ક્ષણ છે જેની મને ચાહ છે, તું કહે હા ? તો બે ઘડી સંવાદ કરું. ભૂલી ભુલાઈ ના પહેલી મુલાકાત, તું કહે તો ચાલ ફરી એ યાદ કરું. મુશ્કેલી તો ઘણી છે,રાહ માં આપણી, તું દે જો હાથ,હસતા એ પાર કરું. #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #👌 બેસ્ટ ફ્રેન્ડ
💘 પ્રેમ 💘 - ShareChat
પ્રેમ કરવાનો હક મારો છે, ચિંતા કરવાનો હક મારો છે. પ્રેમ તો આત્માનો અહેસાસ છે, સમજવાનો હક મારો છે. બંધન નહિ, મુક્તિનો માર્ગ છે, ચાલવાનો હક મારો છે. દિલથી દિલનો એક સંવાદ છે, સાંભળવાનો હક મારો છે. જીવન તો ક્ષણભરનું મેહમાન છે, પ્રેમમાં જીવી જવાનો હક મારો છે. #👌 બેસ્ટ ફ્રેન્ડ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘
👌 બેસ્ટ ફ્રેન્ડ - ShareChat
ક્યાંક તું અને હું મળશું, તે રસ્તાની તલાશ આજે પણ છે ! ખોવાઇ ગયેલી મારી દુનિયામાં , તને શોઘવાનો વિચાર આજે પણ છે ! દુભાયેલ મનનાં પટમાં , અંકાયેલું તારું ચિત્ર આજે પણ છે ! ઘણું કહેવું હતું પણ રહી ગયું , તેનો અફસોસ આજે પણ છે ! જાગી ને થાય છે રાત્રિઅો પસાર , તારા સ્વપનો નો ડર આજે પણ છે ! હું ઘાયલ પણ નથી અને ગાલીબ પણ નથી , છતાં તારા માટે લખવાનો શોખ આજે પણ છે ! #💘 પ્રેમ 💘 #🤝 દોસ્તી શાયરી #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #👌 બેસ્ટ ફ્રેન્ડ
💘 પ્રેમ 💘 - ShareChat
કયા શોધે છે મને આમતેમ તું,, છું હૈયે તારી ધબકતો ભીતર હું!! #👌 બેસ્ટ ફ્રેન્ડ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘
👌 બેસ્ટ ફ્રેન્ડ - ShareChat
કતલ કરવા માટે કામણગારી આંખો જ કાફી હતી, અને આપ ઉપરથી કાતિલ મુસ્કાન આપી ગયા. #💘 પ્રેમ 💘 #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #👌 બેસ્ટ ફ્રેન્ડ #🤝 દોસ્તી શાયરી
💘 પ્રેમ 💘 - ShareChat
મારા ફેવરિટ કવિ ભરત વિંઝુડા #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #ગઝલ #બ્યુટીફુલ ગઝલ #💘 પ્રેમ 💘
💖 રોમેન્ટિક સ્ટેટ્સ - ShareChat
01:43