તું મળે તો ઉજાસ થઈ જાશે,
આંખનો પણ વિકાસ થઈ જાશે.
ચાલ તારા વિચારમાં આવું,
એ બહાને પ્રવાસ થઈ જાશે.
એમ માનીને રોજ જીવું છું,
કાલે દુનિયા ખલાસ થઈ જાશે.
એક દિ’ આ બધાં સ્મરણ તારાં,
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે.
એને મંદિરની બ્હાર ના કાઢો,
ખાલી ખોટો ઉદાસ થઈ જાશે.
#💖 Dil Shayarana #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💘 પ્રેમ 💘 #💔હાર્ટબ્રેક કપલ💑 #😇 તારી યાદો
