ShareChat
click to see wallet page
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર..        હે રામશરણ ! વળી એક દિવસે તરગામથી બળદેવપ્રસાદજી, ધર્મદેવ, ઘેલા તરવાડી,મેડઈરામ, વસંતાબાઈ, ચંદનબાઈ, ભક્તિમાતા, રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ એ આદિક કેટલાકજનો કાનપુર ગંગાજીના મેળા ઉપર જવા સારૂ પોતાના ગામથી નીકળ્યા. તે ગામ ગોંડા થઇ બહરામઘાટ સરયૂગંગા ઉતરીને ત્યાંથી લખનૌ શહેરમાં આવીને, ગોમતી નદીના કિનારે ઉતારો કરીને એક દિવસ ત્યાં રહીને કાનપુર આવ્યા. ત્યાં ગંગાજીમાં સ્નાન કરીને રાત્રિમાં બાટીઓ ને રીંગણાનું શાક કરીને સર્વે જમતા સતા પાંચ દિવસ તે તીર્થમાં રહીને પાછા ચાલ્યા. તે ગામ બારાબંકી નવાબગંજમાં આવીને ધર્મશાળામાં રાત્રિ રોકાઈને પછી બીજે દિવસે ત્યાંથી ચાલ્યા, ત્યારે વસંતાબાઇએ ઇચ્છારામને તેડી લીધા. તે જોઈને ઘનશ્યામ મહારાજ પોતાનાં માસીને કહેવા લાગ્યા જે, હે ચંદનમાસી ! આ ઇચ્છારામને વસંતા માસીએ તેડયા છે, તો તમો મને તેડી લો. તેવું સાંભળીને ભક્તિમાતા બોલ્યાં જે, તમારામાં તો ઘણો ભાર છે તેથી ઉપાડી શકાય નહિ. ત્યારે બોલ્યા જે, આ વસંતામાસીએ ઇચ્છારામને કેમ તેડયા છે ? ત્યારે બોલ્યાં જે, ઇચ્છારામ તો નાના છે તેથી ભાર નથી. એમ કહીને વસંતાબાઈ આગળ ચાલ્યાં એટલામાં તો ઘનશ્યામ મહારાજની ઇચ્છા વડે નાના ભાઈમાં ઘણો ભાર દેખાયો. તેથી તત્કાળ વસંતાબાઈએ ઇચ્છારામભાઈને પૃથ્વી ઉપરમૂકી દીધા. તે જોઈને ભક્તિમાતાએ કહ્યું, જે બહેન ! ઈચ્છારામને કેમ હેઠે મૂકી દીધા ? ત્યારે બોલ્યાં જે, મને તો બહુ ભાર જણાય છે. ત્યારે ભક્તિમાતાએ કહ્યું, એતો ઘનશ્યામ મહારાજનું કામ છે. માટે હે વસંતાબાઈ ! તમો ઘનશ્યામને તેડો અને ઇચ્છારામને ચંદનબહેન તેડે. પછી જયારે તેમ કર્યું ત્યારે ચંદનબાઈ બોલ્યાં જે, ઇચ્છારામભાઈમાં તો કંઈ ભાર નથી. ત્યારે ભક્તિમાતા બોલ્યાં જે, ઘનશ્યામનું ધાર્યું ન થયું હોત તો ખબર પડત. એમ કરતાં સતાં અયોધ્યાપુરીને વિષે આવીને બરહટ્ટા બજારમાં પોતાના મુકામે ઉતારો કરીને પાંચ દિવસ ત્યાં રહીને, પછી સર્વે મંદિરોમાં દર્શન કરીને પોતાના ઘેર તરગામ આવ્યાં. પછી બળદેવપ્રસાદ તથા ધર્મદેવ પોતાની સંપત્તિ પ્રમાણે તીર્થ કરી આવ્યા, એટલે બ્રાહ્મણોને તથા કુટુંબીજનોને જમાડીને ઘણી દક્ષિણાઓ આપી. ત્યાર પછી ઘનશ્યામ મહારાજને જનોઈ આપીને બીજા દિવસે ધર્મદેવ પોતાના સર્વે કુટુંબીજનોને જમાડયા. તે જમાડતાં સાંજ પડવા આવી. ત્યારે પોતાના સાઢુ બલદીધરે ધર્મદેવને કહ્યું જે, પાક તો ખૂટે તેમ જણાય છે. ત્યારે બોલ્યા જે, ભગવાનને સંભારો નહિ ખૂટે, એમ કહીને પોતે ત્યાંથી ઉઠીને પાકશાળામાં જઈને જુએ છે, ત્યાંતો ઘનશ્યામ મહારાજને દેખીને વિચાર કરવા લાગ્યા, જે ઘનશ્યામ તો પ્રથમ ભોજન કરીને પોતાના સખાઓની સાથે મહાદેવીએ તળાવે સ્નાન કરવા ગયા છે. અને આ વળી અહીં કયાંથી ? એમ વિચાર કરે છે. તેટલામાં તો સખાએ સહિત સ્નાન કરીને ઘરે આવ્યા કે તુરત જમતી મૂર્તિ અર્દશ્ય થઇ ગઇ. તે ઐશ્વર્ય જોઇને ધર્મદેવ આશ્ચર્ય પામી ગયા ને એમ બોલ્યા જે, હે બલદીધર ! હવે આ પાક ખૂટવાનો નથી. તમોને ઠીક લાગે તે રીતે મનુષ્યોને જમાડો. ત્યાર પછી સર્વેને જમાડતા થકા તે પાક વધ્યો. તે ત્રીજે દિવસે મહાદેવીયા તળાવમાં મીન-મઘર આદિક જીવજંતુને તે પાક નાખ્યો.                          🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - SS9 Pe Suutun Oqadl Cutueul ( guo శ్ర aఖ@ak थावी वुश्थाा भन भीशि ३. SS9 Pe Suutun Oqadl Cutueul ( guo శ్ర aఖ@ak थावी वुश्थाा भन भीशि ३. - ShareChat

More like this