પોલીસ લાજવાના બદલે ગાજવાનું બંધ કરે, આગામી સમયમાં ખોટા લોકોના પટ્ટા ઉતરશે! સત્તા આજે છે કાલે નથી...
Congress Leader Pratap Dudhat: કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસ સામે આકરા પ્રહારો કર્યા છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના નિવેદનના બચાવમાં આવીને દૂધાતે પોલીસને સીધી ચેલેન્જ આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પોલીસ લાજવાના બદલે ગાજવાનું બંધ કરે અને કેટલાક પોલીસવાળા સત્તાધારી પક્ષના એજન્ટ બની ગયા છે.