#📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર સુરતમાં હવે પિંક ઓટો પછી પિંક બસ પણ રસ્તા પર દોડતી જોવા મળશે અને તે પણ મહિલા ડ્રાઈવર દ્વારા! સુરત મહાનગરપાલિકા અને સિટીલિંક લિ. દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા મહિલા–નેતૃત્વવાળા પરિવહન સેવા પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે. આવતીકાલે ગુરુવારથી BRTSના રૂટ નં. 12 ONGC થી સરથાણા નેચર પાર્ક રૂટ પર પહેલીવાર મહિલા ચાલિત પિંક બસ સેવા શરૂ થવા જઈ રહી છે. પાલિકાએ છેલ્લા 20 મહિનાથી મહિલા હેવી વાહન ડ્રાઇવર શોધવાની કોશિશ કરી હતી અને આખરે ચાર વર્ષના અનુભવ ધરાવતી એક કુશળ મહિલા ડ્રાઈવર મળી છે, જે મૂળ ઈન્દોરની છે અને હવે સુરતની પહેલી મહિલા બસ ડ્રાઈવર બનશે. અગાઉ સુરતમાં મહિલા પિંક ઓટોને મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ, માત્ર મહિલા મુસાફરો માટે પિંક બસ સેવા શરૂ કરવાની માગ ઉઠી હતી અને પાયલોટ પ્રોજેક્ટ પણ રન થયો હતો. પરંતુ મહિલા ડ્રાઈવર ન મળવાથી સેવા પૂર્ણ રીતે શરૂ થઈ શકી નહોતી. આવતીકાલે સવારે 11 વાગ્યે ટ્રાન્સપોર્ટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સોમનાથ મારાછા દ્વારા આ પિંક બસને ફ્લેગ-ઑફ કરવામાં આવશે. સુરત પાલિકા અને સિટીલિંક હવે વધુ મહિલાઓને જાહેર પરિવહન ક્ષેત્રમાં જોડવા માટે વિશેષ આયોજન કરી રહી છે, જેથી મહિલાઓ માટેની સલામત, સર્વસમાવેશક પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા વધુ મજબૂત બને.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #pinkbus #ladydriver #femaledriver #womenempowerment #smc #indore #suratmunicipalcorporation #citylink #brts #ongc #sarthana
00:10
