🍃🍃🌼🍃🍃
🥀 કાર્તિક વદી - ૧૧ ઉત્પતિ એકાદશી.
અર્જુને પૂછ્યું :- હે શ્રી કૃષ્ણ ? એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઇ ? આ કાર્તિક વદી એકાદશીનું શુ નામ છે ? ક્યા દેવનું પૂજન કરવું ? તેનું શું ફળ પ્રાપ્ત થાય ?
શ્રી કૃષ્ણ કહે છે :- હે અર્જુન ? પૂર્વે સત્ય યુગમાં ચંદ્રાવતી નગરીમાં નાડીજંઘ નો પુત્ર મુર દાનવ હતો. તેણે બ્રહ્માજી ઉપર તપ કરીને વરદાન મેળવ્યું કે તેને કોઈ મારી શકે નહીં. પછી તે વરદાન મેળવીને ત્રણેય લોકમાં વિજય મેળવી લીધો. પોતે ઇંદ્રાસન ઉપર બેઠો ને સર્વે દિગપાલો ની જગ્યાએ અસુરોને નિયુક્ત કરી દીધા. આવો ત્રાસ જોઈને વૈકુંઠનાથ ભગવાન દેવો ને સાથે લઈને મુરદાનવ સાથે યુદ્ધ કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાન જો મુરદાનવ નો વધ કરે તો બ્રહ્માજીનું વરદાન ખોટું થાય. તેથી યુદ્ધભુમી છોડીને બદ્રીનારાયણ ની સિંહવતી ગુફામાં જઈને દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન, તેને અંતર્મુખ કરીને દાનવ નો નાશ કરવાનું વિચારવા લાગ્યા.
તે સમયે ભગવાનની એકાદશ ઇન્દ્રિયો થકી તેજ પ્રગટ થયું ને તેમાંથી પ્રભુની શક્તિ સ્વરૂપે દિવ્ય આયુધો ધારણ કરેલી એક સ્ત્રી પ્રગટ થઈ તે જ એકાદશી. મુર દાનવ પણ ભગવાનનો પીછો કરતો ગુફા પાસે આવ્યો ને એકાદશી ને જોઈને મોહ પામી ગયો ને બોલ્યો કે તું મને વરય. એકાદશી એ કહ્યું કે મને જે યુદ્ધમાં જીતે તે મારો પતિ થાય તેવો મારો સંકલ્પ છે. આ સાંભળીને અહંકારી મુર દાનવ એકાદશી સાથે યુધ્ધ કરવા લાગ્યો. યુધ્ધમાં એકાદશી એ તેનું મસ્તક કાપી નાખ્યું. આ જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા ને કહ્યું હે એકાદશી ?? તું મારી પાસેથી વરદાન માગી લે.
એકાદશીએ હાથ જોડીને કહ્યું હે પ્રભુ ?? જે કોઈ મારા વ્રતના દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરીને તમારું ભજન - સ્મરણ કરે તે આ લોકમાં મનોવાંચ્છિત સુખને પામે ને અંતે તે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને તમારા ધામને પામે. બીમાર - વૃદ્ધ કે જે કોઈ ઉપવાસ કરવામાં અસમર્થ હોય તે સાંજે એક સમય ભોજન કરે તો પણ તેને ઉપર કહ્યા મુજબ ફળ મળે. અને ત્રણેય લોકમાં બારેય માસ મારું વ્રત પ્રવર્તે. આથી વર્ષમાં 24 એકાદશી આવે છે.
ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે હે એકાદશી ?? જે કોઈ મનુષ્ય ઉપવાસ કરીને મારું પૂજન - ભજન - કીર્તન કરીને રાત્રી - દિવસ પસાર કરશે તે આ લોકમાં પોતાની ઈચ્છા મુજબ સુખ પ્રાપ્ત કરશે. અને જો કલ્યાણ ને ઇચ્છશે તો જન્મ - મરણ ના ચક્રમાંથી છુટકારો મેળવીને મોક્ષને પામશે. માટે હે એકાદશી ?? તમો આ લોકમાં ભુક્તિદા - મુક્તિદા ના નામથી વિખ્યાત થશો. અને હું કેશવ આદિક ચોવીસ રૂપથકી તમારો પતિ થઈને દિવ્ય સુખ આપીશ. આ વરદાન મેળવીને એકાદશી પ્રસન્ન થઈને અંતર્ધ્યાન થઈ ગઈ.
પછી ભગવાને બધાય દેવો પાસે અને બદ્રીનારાયણ ના સર્વે મુનિઓ પાસે એકાદશીનું વ્રત કરાવ્યું. ત્યારથી આ લોકમાં એકાદશીનું વ્રત પ્રવરત્યું છે. પછી એકાદશીએ ખૂબ તપ કરીને ભગવાનના નેત્રમાં રહેવા નું સ્થાન માગ્યું. ભગવાને કહ્યું કે હું તમોને નેત્રમાં ધારણ કરીને ચાતુર્માસ દરમ્યાન ક્ષીર સાગરમાં શયન કરીશ.
ત્યારથી ચાતુર્માસ દરમ્યાન ભજન - ભક્તિના આઠ પ્રકારના નિયમમાંથી કોઈ એક નિયમ લેવાથી વિશેષ ફળ મળે છે. અને ભગવાન પણ વિશેષ પ્રસન્ન થાય છે.
શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન ? જે મનુષ્યો વિષ્ણુ ભક્તિ પરાયણ છે તેઓને ધન્ય છે .જે મનુષ્ય પર્વણી ના દિવસે એકાદશી મહાત્મ્ય નો પાઠ કરે છે તેને હજાર ગૌદાનનું પુણ્ય મળે છે. બ્રહ્મ હત્યા જેવા મોટા પાપો પણ નષ્ટ થાય છે. સઘળા પાપોનો નાશ કરનાર એકાદશીના જેવું એકેય વ્રત નથી. આવી રીતે ભવિષયોતર પુરાણમાં કાર્તિક વદી - ૧૧ નું મહાત્મ્ય કહેલું છે.
🍃🍃🌼🍃🍃 #એકાદશી #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

