Mangalsutra: પત્નીના સૌભાગ્યનો રંગ લાલ તો મંગળસૂત્રનો કલર કાળો કેમ, શું છે આ પાછળની કહાની? જાણો વિસ્તારથી
Why Mangalsutra colour is black : જ્યાં લાલ રંગ સુહાગ, પ્રેમ અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે, ત્યાં મંગલસૂત્રનો કાળો રંગ સુરક્ષા અને ખરાબ નજરથી બચાવ માટે પહેરવામાં આવે છે. ભારતીય પરંપરામાં બંને રંગ પોતાની રીતે શુભ માનવામાં આવે છે. લાલ રંગ સંબંધમાં પ્રેમ અને સકારાત્મકતા વધારતો હોય છે, જ્યારે કાળો રંગ દાંપત્ય જીવનને નકારાત્મક પ્રભાવોથી સુરક્ષિત રાખે છે.