અમદાવાદી વાહનચાલકો માટે ખાસ સૂચના! શહેરના આ 3 બ્રિજ શનિવારે રાતે 11થી સવારે 6 સુધી બંધ રહેશે
Ahmdabad News: અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ત્રણ મહત્ત્વના બ્રિજ અને અંડરપાસ પર મેન્ટેનન્સની કામગીરી શરૂ થવાની છે. આ કામગીરીના કારણે ગાંધી બ્રિજ, શાહીબાગ અંડરપાસ અને કેડિલા બ્રિજ વાહનચાલકો માટે રાત્રિના સમયે બંધ રહેશે. શહેરીજનોની સુવિધા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય બ્રિજ પર મેન્ટેનન્સની કામગીરીનો સમયગાળો અલગ-અલગ છે..